જાનૈયાનો અનોખો કીમિયો / કાળઝાળ ગરમીથી બચવા સુરતીઓએ એવી રીતે વરઘોડો કાઢ્યો કે વિડિઓ જોઈને તમે પણ સલામ કરશો : જુઓ વરઘોડાનો મજેદાર વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

ધીમે ધીમે હવે લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમી હાલ તેનું જોર બતાવી રહી છે. અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો છે.

જેને કારણે જાનૈયાઓને નાચવામાં તકલીફ ન થાય અને ગરમીનો અનુભવ ખૂબ ઓછો થાય. જાનના વરઘોડાનો આ અનોખો કિમિયો હાલ સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. એક અનોખો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એક વરઘોડો મંડપ સાથે નીકળ્યો હતો. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે સુરતમાં એક પરિવારે નવો કીમિયો શોધ્યો છે. જેમાં પીળા રંગના મંડપની અંદર લોકો વરઘોડામાં નાચી રહ્યા છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરઘોડા સાથે આખો મંડપ પણ ચાલી રહ્યો હતો. આ દ્રશ્યો ક્યારેય આપણે જોયા ના હોય તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમીમાં પણ જાનૈયાઓ ખૂબ જ મોજ મસ્તીથી નાસ્તા જોવા મળ્યા હતા. કારણ કે, તેમના માથા ઉપર મંડપનો આશરો હતો. તેના કારણે ગરમી તેમને લાગતી ન હતી.

ગરમીથી બચવા માટેનો અનોખો પ્રયોગ જાણે સુરતના વરરાજાએ કર્યો હોય તેઓ આ વીડિયોમાં દેખાય છે. સુરતીઓ દરેક મુશ્કેલીને અવસરમાં બદલી નાખવા માટે જાણીતા છે. પછી તે લગ્ન પ્રસંગ કેમ ન હોય. ભલે આગ ઝરતી ગરમીથી ધરાવતા હોય પરંતુ લગ્ન પ્રસંગમાં મોજ મસ્તીની એક પણ ગુમાવ્યા વગર તેને કોઈ પણ ભોગે માની લેવાની જાણે જીદ હોય તેઓ વીડિયો વાઈરલ થયો છે.

વરઘોડાની સાથે સતત મંડપ ચાલતો જોઈને આસપાસના રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા. આ નવતર પ્રયોગને બધા રમૂજપૂર્વક આવકારતા હોય તેવી પણ ચર્ચા કરતા દેખાયા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1518554132457484290 )

આવા અગાઉ પણ ઘણા નવતર પ્રયોગ ગુજરાતીઓ દ્વારા કરવામાં આવેલા છે
અગાઉ સાવરકુંડલાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 10 જેટલા બળદગાડા અને 10 ઘોડીઓ સાથે નેસડી ગામની બજારમાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. 20૦ વર્ષ સુધી સરપંચપદે રહેનાર હિંમતભાઈ ગેવરીયાના પુત્રી જયદિપના લગ્ન પ્રસંગે આ વરઘોડો નીકળ્યો હતો.

અન્ય એક વરઘોડાની વાત કરીએ તો વરરાજા પોતાના વરઘોડાને ખાસ બનાવા માટે મોંઘી મોંઘી ગાડીઓ અથવા ઘોડાઓની વ્યવસ્થા કરતા હોય છે. પરંતુ એક એવો વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે જેમાં ગાડી કે ઘોડાનો ઉપયોગ થયો નથી. આ જાનમાં JCB પર વરઘોડો નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર આ જેસીબી પર નીકળી રહેલો વરઘોડો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ વર કન્યા જેસીબીમાં શાહી રીતે નીકળેલા વરઘોડો જોવા લોકો એકત્ર થયા. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ કહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.