સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની અંદર સમયાંતરે કાપડની ચોરી કરતા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. આજે આંજણા વિસ્તારમાં એક યુવક કાપડ ભરીને જતા ટેમ્પોની પાછળ લટકે છે. ત્યારબાદ જાહેરમાં સિફતપૂર્વક કાપડની ચોરી કરીને ટેમ્પો ઉપરથી ઉતરી જતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
ટ્રાફિકમાં યુવક જેવો ટેમ્પોની સ્પીડ ઓછી થાય છે તેવી રીતે ટેમ્પો પર ચડી જાય છે.બાદમાં ટ્રાફિકમાં જ કોઈનું ધ્યાન ન જાય તે રીતે ચતુરાઈપૂર્વક કાપડ ચોરી લે છે. આ વિસ્તારમાંથી પસાર થતાં એક જાગૃત નાગરિક દ્વારા ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.પોલીસે વાઈરલ વીડિયોના આધારે અલ્તાફ ગુમાબબેગ મિર્ઝાને ઝડપી લીધો હતો.
ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડ લઈને જતા ટેમ્પાની પાછળ લટકી જતા કેટલાક યુવકો જાહેરમાં કાપડ ચોરીને અંજામ આપી રહ્યા છે. થોડા દિવસ અગાઉ પણ બોમ્બે માર્કેટની આસપાસના વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની હતી. જેમાં યુવક ચાલુ ગાડીએ કાપડ ચોરી કરતો હોવાનો સ્પષ્ટ દેખાતું હતું. ટેક્સ્ટાઇલ માર્કેટની આસપાસના વિસ્તારોમાં હવે કાપડ ચોરી કરતી હોવાની ગેંગ સક્રિય થયો હોય તેવું આ દૃશ્ય જોતાં લાગી રહ્યું છે.જોકે પોલીસે સર્વેલન્સ ટીમના આધારે આરોપીને ઝડપી લીધો હતો.
રિંગ રોડથી સહારા દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં આ લોડીંગ કરવા જતા ટેમ્પોની પાછળ સિફ્તપૂર્વક ટાંકાઓ ચોરાતા હોવાનું ધીરે-ધીરે હવે માર્કેટના વેપારીઓ અને પણ જાણ થવા લાગી છે. શરૂઆતના તબક્કામાં આ પ્રકારે ટાંકાઓની ચોરી થતી હશે. તેવું પોતે ટેમ્પો ચાલકને પણ માલૂમ નહોતું પડતું.
હવે આ પ્રકારના યુવકો ટાંકા ચોરી કરતા હોવાનો સામે આવવાનું શરૂ થયું છે. વીડિયો કોઇ જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. જેને કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પરંતુ દિવસ આ વિસ્તારોની અંદર કેટલાક યુવકો માત્ર ટાંકા ચોરીઓ જ કરતા હોવાની પણ બૂમરાણ મચી છે. ત્યારે બેકાર આરોપી અલ્તાફ ગુમાબબેગ મિર્ઝાને પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/07/vo_1649324990/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!