ફાઈવ સ્ટાર હોટેલમાં હત્યાનું કાવતરું / સુરતની ફાઈવ સ્ટાર હોટેલ ‘લા મેરિડિયન’ ના મેનેજરે એકાઉન્ટન્ટનું ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી, જુઓ હત્યાનું કારણ જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં દિવસે ને દિવસે હત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. હત્યાના બનાવોને અટકાવવા સતત સુરત પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટનાએ પોલીસ ને દોડતી કરી છે. સુરતના ડુમસ રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલના એકાઉન્ટન્ટ પાસે રૂ 23 લાખની લૂંટ ચલાવી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઉપરાંત લાશને કચરા પેટીમાં સંતાડી દીધી હતી.

એકાઉન્ટન્ટ બીજા દિવસે નહિ દેખાતા હોટલ સંચાલકોએ ડુમસ પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે શોધખોળ કરતા લાશ કચરાના ઢગલામાંથી મળી આવતા સ્થાનિક લોકો ચોકી ઉઠ્યા હતા. પોલીસે તાત્કાલિક હોટલ કર્મચારીઓની પૂછપરછ કરતા એક કર્મચારી ઝડપાયો ગયો હતો. જેની પાસે થી પોલીસે લૂંટ ના રૂ 4.13 લાખ કબેજ પણ કર્યા છે. સુરતના ડુમસ રોડ ઉપર સેવન સ્ટાર લા મેરેડિયન હોટલમાં એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી જીવંત રાઉત કામ કરતા હતા. તેઓ મૂળ ઓરિસ્સાના વતની છે.

જીવંત રાવતે પોતાની પાસે રહેલા ૨૩ લાખ રૂપિયા લઈને બેંકમાં ભરવા જવા નીકળ્યા બાદ અચાનક તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. જોકે તેમનો ફોન ના લાગતા હોટલમાં કામ કરતાં કર્મચારીઓને શંકા ગઈ હતી. તેઓએ સુરતના ડુમસ પોલીસને જાણ કરી હતી. ડુમસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સ્ટોર કીપર મેનેજર વિરેન ઉર્ફે વાહીદ સૈની નામના એક કર્મચારીના બુટ પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. 

(મૃતક જીવન રાઉત)

જીવંત રાવતના રૂપિયાને લઇને તેમની હત્યા કરવામાં આવી હશે. જેથી પોલીસે સ્ટોર કીપર મેનેજર વીરેનની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતના સમયે વીરેન ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જો કે બાદમાં પોલીસે તેની કડક પૂછપરછ કરતા આખેઆખો મામલો સામે આવ્યો હતો. વીરેનને કેટલાય સમયથી રૂપિયાની જરૂર હતી અને તેને જાણ હતી કે એકાઉન્ટન્ટ બપોરે રૂપિયા જમા કરાવવા બેંકમાં જાય છે. જેથી તેને જીવંત રાવત પાસેથી રૂપિયાના લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

જીવંત રાઉત બપોરે દોઢ વાગ્યે બેઝમેન્ટમાં આવેલી ઓફિસમાંથી રોકડા 23 લાખ લઈ બેંકમાં જવાની તૈયારી કરતો હતો. જ્યાં બાજુમાં સ્ટોર મેનેજર વિરેન્દ્ર ઉર્ફે વાહીદ સૈનીએ તેને કામ હોવાનું કહી બોલાવ્યો હતો. જીવંત જેવો સ્ટોરરૂમમાં ગયો કે અચાનક વિરેને તેના અંગત મિત્ર સાથે મળી કટરથી હુમલો કરી જીવંતનું ગળું વેતરી નાંખ્યું હતું. બાદમાં બંનેએ જીવનની લાશને ગાર્બેજની બેગમાં મૂકી દીધી હતી. હાલ તો આ બનાવમાં પોલીસે આરોપી વીરેન્દ્રની ધરપકડ કરી તેની પાસેના રૂ 4.13 લાખ કબજે કર્યા હતા.

જો કે આ હત્યામાં તેનો સાથીદાર કોણ હતો અને બાકીના રૂપિયા ક્યાં સતાંડયા છે તે અંગે તપાસ શરૂ કરી છે તેવુ ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું. સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ડુમસ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ સીસીટીવી સહિતના સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડોગ સ્ક્વોર્ડની પણ મદદ લીધી હતી.પોલીસ પૂછપરછમાં આરોપી વીરેને કબૂલાત કરી હતી કે, બેઝમેન્ટમાં એકાઉન્ટન્ટને બોલાવીને ગળાના ભાગે ચપ્પુ ઝીંકી હત્યાં કરી હતી.

હાલ પોલીસે આ હત્યામાં અન્ય આરોપી સંકળાયેલા હોવાની વાતે વધુ તપાસ હાથ ધરીછે. સ્ટોરરૂમમાં મળેલા હાથના પંજાની ગંધ પોલીસ ડોગ ‘રાજન’ને સુંઘાડતા તે સીધો વિરેન્દ્ર પાસે પહોંચ્યો હતો. હત્યારાના બુટ ઉપર લોહીના ડાઘ હોવાથી પોલીસને પણ પહેલાથી જ શંકા હતી. આખરે હત્યારાએ ગુનો કબુલી લીધો હતો. પોલીસે એની પાસેથી રોકડા 4.50 લાખ કબ્જે લીધા હતા. મિત્રની શોધખોળ ચાલુ છે.

હત્યારો વિરેન્દ્ર ઉર્ફે વાહિદ નરેશ સૈની (ઉ.વ. 37, રહે. સુડા આવાસ, મગદલ્લા, મૂળવેરાવળ) જીવનની હત્યા કરી કપડા ચેન્જ કર્યા હતા. ત્યાર બાદ ફરી કપડા બદલવા ઘરે ગયો હતો. ચાલુ નોકરીએ વિરેન્દ્ર ઘરે જતા સ્ટાફ પણ તેના ઘરે ગયા હતા. જ્યાં હત્યા સમયે વિરેન્દ્રએ પહેરેલા બ્લેક બ્લેઝર પર લોહીના ડાઘા દેખાયા હતા. જે FSLમાં અપાતાં આખી ઘટનાનો ભેદ ખુલ્યો હતો.

હોટલમાં કર્મચારીઓ માટેનો એન્ટ્રી ગેટ અલગ છે. હત્યા માટે આવેલા મિત્ર નીતિનને લેવા વિરેન્દ્ર ગયો અને મિત્ર તરીકે ઓળખ આપી એન્ટ્રી કરાવી હતી. જો કે વિરેન્દ્રએ રજિસ્ટરમાં નીતિનનું નામ પણ ખોટું લખાવ્યું હતું. છેલ્લા 4 દિવસથી નીતિન વિરેન્દ્રના ઘરે જ રહેતો હતો અને હત્યાનું કાવતરું ઘડ્યું. સુરત આવેલા ચેન્નઈ સુપરકિંગના ખેલાડીઓને હોટલમાં જોવા નીતિન (રહે. મૂળ બિહાર) આવ્યો હતો ત્યારે વિરેન્દ્ર સાથે દોસ્તી થઈ હતી. છેલ્લા 4 દિવસથી નીતિન વિરેન્દ્રના ઘરે જ રહેતો હતો અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

​​​​​​​હોટલમાં રિનોવેશન કામ હોવાથી સીસીટીવી કેમેરા ઘણી જગ્યા પર બંધ હોવાનું વિરેન્દ્ર સારી રીતે જાણતો હતો. જેમાં ખાસ કરીને હોટલના પાછળના ભાગે સીસીટીવી બંધ હોવાની જાણ હોવાથી હત્યા કર્યા બાદ મિત્ર નીતિનને પાછળના ભાગેથી ભગાડી દેવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાને અંજામ આપતાં પહેલા હત્યારા વીરેને જીવન સાથે ભોજન લીધું હોવાની ચર્ચા છે. જીવન સાથે 5 વર્ષથી એક જ સ્થળે નોકરી કરવાને લીધે વીરેન તેની ગતિવિધિથી વાકેફ હતો. બહારથી અન્ય મિત્રને બોલાવી જમ્યા બાદ હત્યા કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.