રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ પર મંડરાયેલી છે. ગમે ત્યારે શું થઈ જાય અને ક્યારે રશિયા પરમાણું બોમ્બ ફોડીને ત્રીજા વિશ્વ યુદ્ધને નોતરી શકે છે, ત્યારે આ યુદ્ધની ચારેબાજુ નિંદા થઈ રહી છે. આ તમામ સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધને લઈને ચર્ચાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા એક શક્તિશાળી પ્લેટફોર્મ છે, તેના પર વિશ્વમાં ક્યાંય પણ બની રહેલી ઘટનાઓ વિશે લોકોને અવગત કરાવે છે. ત્યારે રશિયા યુક્રેનના યુદ્ધની ભયાનક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો અને ફોટોઝ જોઈ અમુક તકવાદી બુદ્ધીજીવીઓ પોતાનો અભિપ્રાય સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં ચારેબાજુ ચર્ચાથી અમુક લોકો અકળાયા પણ છે. તેનું સુરતમાં એક તાજું ઉદાહરણ જોવા મળ્યું છે.
આપણે જોયું હશે કે, ક્રિકેટ હોય કે રાજનીતિ, યુદ્ધ હોય કે અન્ય કંઈ પણ વિષય પર લોકો સૌથી વધુ પાનના ગલ્લે કે ચોકે ચર્ચા કરતા હોય છે. ત્યારે સુરતના કીમમાં આવેલ એક પાનની દુકાન આવેલી છે, ત્યારે દિવસભર આવતા ગ્રાહકો માટે એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડમાં દુકાનદારે લખ્યું છે- “અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં.”.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કીમ વિસ્તારમાં આવેલી એક પાનના ગલ્લાના દુકાન માલિકે યુદ્ધની વાતોથી કંટાળીને લોકોને વિનંતી સાથે બોર્ડ માર્યું છે. જેમાં હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે. બોર્ડમાં ગલ્લાના માલિકે જણાવ્યું છે કે, અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં.
જ્યારે આ બોર્ડ વિશે દુકાનદારે જણાવ્યું છે કે, અહીં આખા દિવસમાં અનેક ગ્રાહકો આવે છે અને યુદ્ધની વાતો કરે છે. જેમાં બન્ને દેશોએ શું કરવું જોઈએ તેના પર વિચાર વિમર્શ કર્યા કરે છે. જેના કારણે હું કંટાળી ગયો છું. જેથી મારે આ બોર્ડ મારવું પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!