મૃત્યુ કે મર્ડર / રાજકોટમાં નાહવા ગયેલી નર્સનું શંકાસ્પદ મૃત્યુ, જુઓ પોલીસને બાથરૂમ માંથી મળી એવી વસ્તુ કે બધા ચડી ગયા ગોટાળે

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં એક નર્સનું રહસ્યમય મોત નિપજ્યું છે. એક ખાનગી હોસ્પિટલની નર્સ બાથરૂમમાંથી બેભાન હાલત અવસ્થામાં મળી આવી છે. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેમના વિશે તપાસ કરતા રૂમમાંથી ખાલી ઈન્જેક્શન મળી આવ્યા છે અને નર્સના બન્ને સાથળ પર ચાઠા પડી ગયા હોવાની માહિતી મળી આવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના માધાપર ચોક પાસે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. જેમાં એક નર્સનું રહસ્યમય રીતે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મોત થનાર નર્સનું નામ અલ્પા ભૂપતભાઈ જનકાત (ઉં.વ.26) છે. આ નર્સ માધાપર ચોક પાસે આવેલા વરુણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી હતી. તેઓ પોતાના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા હતા, બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસે આ ઘટનામાં તપાસ કરતા અલ્યાના રૂમમાંથી ખાલી ઈન્જેક્શન મળી આવ્યા છે. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે. નર્સના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલની નજીક માધાપુર ચોક પાસે વરુણ એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પા તેના જ ફ્લેટના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવતા, તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ તે પહેલા જ અલ્પા નું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી, ત્યારે પોલીસને ખાલી ઇન્જેક્શન મળી આવ્યું હતું. મોતનું યોગ્ય કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. અલ્પા નું નાની ઉંમરે શંકાસ્પદ મૃત્યુ થતા, પોલીસ આ કેસની વધુ ને વધુ તપાસ કરી રહી છે.

અન્ય બે યુવતીઓ સાથે ફ્લેટમાં રહેતી હતી
હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે ફ્લેટ રાખ્યો હતો. અલ્પાની સાથે બીજી બે યુવતીઓ પણ રહેતી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગઈકાલે હોસ્પિટલથી પરત ફરી અલ્પા નાહવા ગઈ હતી, અને લાંબો સમય સુધી બહાર ના આવતા રૂમમાં રહેલી અન્ય બે યુવતીઓએ ઘણીવાર દરવાજો ખખડાવ્યો હતો. તેમ છતાં કોઈ અવાજ ન આવતા દરવાજો તોડાવ્યો હતો. દરવાજો તોડતા ની સાથે જ અલ્પા બેભાન અવસ્થામાં નીચે પડેલી દેખાતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

ગાંધીગ્રામના પી.એસ.આઇ સહિત અન્ય કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામનાર અલ્પા ગીર સોમનાથ ની હતી, અને અહીંયા નર્સની નોકરી કરી રહી હતી. પોલીસે જણાવતા કહ્યું હતું કે, બાથરૂમમાંથી ખાલી ઇન્જેક્શન મળી આવ્યું છે, જોકે અલ્પા ના શરીર ઉપર ઈન્જેક્શન લીધા ના એક પણ નિશાન મળ્યા નથી. કેસ ઉકેલવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.