BIG NEWS / વિજય સુવાળાને ‘ભાજપના ખેસ સિવાય બીજું કઈ ના ખપે’, AAPમાં મોહભંગ બાદ ભુવાજી આવતી કાલે 12 વાગ્યે કમલમમાં કેસરિયો ધારણ કરશે, જાણો શું આપ્યું કારણ

ગુજરાત ટોપ ન્યૂઝ

છેલ્લાં કેટલાક સમયથી વિજય સુવાળા પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા

જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. ‘આપ’માં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપ સાથે જોડાશે. વિજય સુવાળાના અત્યંત નજીકના વ્યક્તિએ VS24NEWS માહિતી આપી છે કે ‘ભુવાજી’ વિજય સુવાળા આવતી કાલે 12 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે.

ગઈ કાલે આપ નેતા ઈસુદાન ગઢવી મનાવવા ગયા હતા
નોંધનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.

લોકગીત ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરતાની સાથે જ આપ નેતાઓ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. ગઈ કાલે શનિવારે આપ નેતા ઈશુદાન ગઢવી વિજય સુવાળાને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને મનાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુવાળા સાથે 45 મિનિટ બંધબારણે બેઠક યોજી હતી, અહીં તેમને મનાવવાના પ્રયત્નો કર્યા.

બેઠક બાદ સુવાળાએ જણાવ્યું કે તેઓ પોતાના નિર્ણય અંગે પુનઃર્વિચાર કરશે.તો ઇસુદાને પણ જણાવ્યું કે માલધારી સમાજના અગ્રણી વિજયભાઈને આપે ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપી હતી. તેઓ વ્યસ્તતાને કારણે યોગ્ય સમય ના આપી શકતા હોવાથી રાજીનામાંની વાત કરી હતી. જો કે અમને વિશ્વાસ છે કે તેઓ આપ નો સાથ નહીં છોડે.

કઈ પાર્ટીમાં જોડાઈશ એ હજી નક્કી કર્યું નથી : વિજય સુવાળા
રાજીનામું આપ્યા બાદ વિજય સુવાળાએ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાની વાતનો સ્વિકાર્ય કર્યો નહોતો. તેમણે કહ્યું હતું, ”હું મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું. હું પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. હવે ગીતો અને ડાયરા પર વધુ ધ્યાન આપી શકીશ. આમ આદમી પાર્ટીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટી પ્રત્યે કોઇ નારાજગી નથી. મારા આત્માનો નિર્ણય છે કે હવે હું ડાયરા અને આલ્બમ કરું. છેલ્લા બે મહિનાથી હું નિષ્ક્રીય જ હતો.” એટલું જ નહીં વિજય સુવાળાએ બીજી પાર્ટીમાં જોડાવવા અંગે કહ્યું હતું, ”હજી કઈ નક્કી કર્યું નથી કે કઇ પાર્ટીમાં જઇશ. તેમજ હજી કોઈ પાર્ટી સાથે સંપર્ક પણ કર્યો નથી.”

હજુ સાત મહિના પહેલા વિજય સુવાળા આપમાં જોડાયા હતા
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ સાથે જોડાયા બાદ તેમણે જણાવ્યું હતું કે નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.’ હવે તેઓ ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.