ઠગ શિક્ષક / આ શિક્ષક તિલક ચાંદલો કરી કરે છે ગંદુ કૃત્ય, જુઓ દાખલા ગણવા વિદ્યાર્થિનીને ઘરે બોલાવે અને પછી જે હરકત કરે એ જાણીને તમે આને મારી મારીને ભૂત બનાવી દેશો

ગુજરાત

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થયો જાય છે. કોર્ટ દ્વારા બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી હોવા છતાં પણ નરાધમો સુધારવાનું નામ નથી લેતા. ત્યારે હવે બાવળામાં એક શિક્ષક સામે વિદ્યાર્થીનીના પરિવારજનોએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર બાવળામાં રહેતી એક 15 વર્ષની વિદ્યાર્થીની શ્રીનગર સોસાયટીમાં આવેલા સહજાનંદ કલાસીસમાં અભ્યાસ કરવા માટે જતી હતી. વિદ્યાર્થીનીને કલાસીસમાં ચક્કર આવી જતા તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. બીજા દિવસે જ્યારે વિદ્યાર્થીની શાળાએ ગઈ ત્યારે પણ તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેથી શાળાએથી તેની બહેનપણી વિદ્યાર્થીની ઘરે મૂકી ગઈ હતી.

બહેનપણીએ વિદ્યાર્થીનીની માતાને કહ્યું હતું કે, તમારી દીકરીને ટ્યુશન કલાસીસના શિક્ષકની સાથે અફેર હોય તેવું લાગી રહ્યું છે. તેથી તમે તેને કલાસીસમાં મોકલતા નહીં. આ વાત ધ્યાન પર આવતા માતા વિદ્યાર્થીની કલાસીસ પર મોકલતી નહોતી. વિદ્યાર્થીની ઘરે એકલી હતી ત્યારે એકટીવા લઇને શિક્ષકના ઘરે પહોંચી હતી. જ્યારે વિદ્યાર્થીની માતા ઘરે આવી ત્યારે દીકરી નહીં દેખાતા તેને પતિને ફોન કરીને દીકરી એક્ટીવા લઇને ક્યા ગઈ છે તેમ પૂછ્યું હતું. પિતાને આ વાતની ખબર નહીં હોવાથી તેઓ ઘરે આવ્યા હતા અને માતા-પિતાએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી.

માતા-પિતા પહેલા વિદ્યાર્થીનીના ટ્યુશન કલાસીસ પર ગયા હતા, ત્યાં દીકરી નહીં મળતા બંને ટ્યુશન કલાસીસના શિક્ષકના ઘરે ગયા હતા. શિક્ષકના ઘરની બહાર દીકરીને એકટીવા પડેલી જોઈએ માતા-પિતાએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતી. વિદ્યાર્થીનીના માતા-પિતા ઘરની બહાર આવ્યા હોવાની જાણ શિક્ષકને થતા તે પાછળના દરવાજેથી ફરાર થઇ ગયો હતો. શિક્ષક ભાગી જતા વિદ્યાર્થીનીએ દરવાજો ખોલ્યો હતો અને સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી.

વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, મને દાખલા ગણવા માટે શિક્ષકે ઘરે બોલાવી હતી. હું ઘરે આવી ત્યારે તેને ઘરનો દરવાજો બંધ કરી દીધો અને મને પલંગ પર સુવડાવી દઈને કિસ કરીને શરીરે અડપલા કરવા લાગ્યો હતો અને દરવાજો ખખડતા તે ભાગી ગયો હતો. વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકે 19 તારીખે પણ તેના ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતુ, આ ઉપરાંત શાળામાં પણ તે અવારનવાર લાઈબ્રેરીમાં બોલવતો હતો.

દીકરીની વાત સાંભળીને માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, અને તેમને સમગ્ર મામલે શિક્ષક દર્શન સોની સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે દર્શન સોની સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *