કરો ફક્ત આ એક કામ, સ્વસ્તિક તમને ધનવાન બનાવી દેશે, ખાતરી કરવી હોઈ તો ઓમ લખીને શેર કરો…

ધર્મ

હિન્દૂ ધર્મ એક એવો ધર્મ છે જેમાં લોકો અનેક પ્રકાર ના ચિન્હો માં માંને છે અને તેને પવિત્ર માનીને તેની પૂજા પણ કરે છે. સ્વસ્તિક (સાથિયો) એ હિન્દૂ ધર્મ નું એક પવિત્ર ચિહ્ન છે.જ્યારે પણ આપણા ઘરમાં કોઇ પૂજા કે શુભ કાર્ય કરવાનું હોય ત્યારે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

ગણેશજીની મૂર્તિની પૂજા કરતા પહેલા ઘરના મંદિર પાસે ગણેશજીના પ્રતિક ચિન્હ સ્વસ્તિક બનાવવામાં આવે છે. પંડિતો જણાવે છે કે પૂજાની પહેલા સ્વસ્તિક બનાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. સ્વસ્તિક નકારાત્મક ઉર્જા ખતમ કરી દે છે. ઘરમાં પૂજા દરમિયાન સ્વાસ્તિક બનાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

હિન્દૂ ધર્મ માં શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક નું ચિહ્ન બનાવવામાં આવે છે, આ અનેક લોકો ના ઘર ની બહાર, પૂજા સ્થળ, અને મંદિર ની બહાર સ્વસ્તિક નું ચિહ્ન દોરેલું જોવા મળે છે. ચાલો જાણીને કે શા માટે હિન્દૂ ધર્મ માં સ્વસ્તિક દોરીને તેની પૂજા કરવામાં આવે તો તમે ધનવાન બની જશો અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.

સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દો મળી ને બનેલો શબ્દ છે. ‘સુ’ નો અર્થ શુભ થાય છે, ‘અસ’ નો અર્થ અસ્તિત્વ થાય છે અને ‘ક’ નો અર્થ કર્તા થાય છે. તેથી જ સ્વસ્તિક શબ્દ નો સંપુર્ણ અર્થ “મંગલ કરનાર” થાય છે.

સ્વસ્તિક ને ભગવાન ગણેશજી નું ચિન્હ માનવામાં આવે છે જેમ કોઈ પણ કાર્ય કરતા પહેલા ગણેશજી ની પૂજા કરવામાં આબે છે તેમ જ સ્વસ્તિક નું ચિહ્ન પણ બનાવામાં આવે છે. સ્વસ્તિક માં બનેલ ચાર રેખાઓ ચાર દિશા દર્શાવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર નો વાસ્તુદોષ ઠીક કરવા માટે ઘર ના મુખ્યદ્વાર પર સ્વસ્તિક નું પવિત્ર ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિક માં બનેલ ચાર રેખાઓ ચાર દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર એને દક્ષિણ દિશા દર્શાવે છે અને અમુક લોકો ચાર રેખાઓ ને ચાર વેદ નું પ્રતીક પણ માને છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર , બિઝનેસ માં સફળ થવા માટે દુકાનના ઈશાન ખૂણા માં સતત સાત(૭) દિવસ સુધી સૂકી હળદર થી સ્વસ્તિક નું પ્રતિક બનાવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે ઘરને નકારાત્મક શક્તિઓ થી બચાવવા માટે કાળા રંગનો સાથિયો દોરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.