પ્રેમમાં પાગલ પ્રેમી / જુઓ પ્રેમિકાના મોજશોખ અને કસીનોમાં જુગાર રમવા બોયફ્રેન્ડે કર્યું એવું કે જાણીને  ચોંકી ઉઠશો

ગુજરાત ટોપ ન્યૂઝ

વિજય કો ઓપરેટિવ બેંકના પટાવાળાએ જ તેના મિત્ર સાથે મળી 9.75 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. દરિયાપુર પોલીસે હાલ ઘટનાનો ભાંડો ફોડી 2 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપરેટિવ બેંકમાં થયેલી 9.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગાર રમવા માટે બેન્કના પટાવાળાએ મિત્ર સાથે ચોરી કરી હોવાનૉ ઘટસ્ફોટ થયો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બંને આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધિ.જેમને ધ વિજય કો ઓપરેટિવ બેન્કમાંથી વર્ષના છેલ્લા દિવસે રૂ 9.75 લાખની ચોરીને અંજામ આપ્યો.આ ચોરીનો માસ્ટર માઈન્ડ બેંકનો પટાવાળો વિમલ પટેલ છે.બેંકમાં ચોરી બાદ CCTV માં જોવા મળતી એક એક્ટિવાના ફુટેજથી ચોરીનો ભેદ ઉકેલાયો.

પકડાયેલા બંને આરોપીઓમાં જાવેદ સંધી બેન્કમાંથી ચોરી કરીને એક્ટિવા લઈને વિમલના ઘરે પહોંચ્યો.. પોલીસે CCTVમાં દેખાતી એક્ટિવાને ટ્રેક કરીને 400 થી વધુ CCTV ચેક કરીને આરોપી સુધી પહોંચી..આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન હતો અને જુગાર રમવાનો શોખીન હતો અને ગોવામાં કસીનો માં જુગાર રમતા દેવું પણ કરી ચૂક્યો હતો.જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો

આરોપી વિમલ બેંકમાં પટાવાળો હતો અને જાવીદ તેનો મિત્ર છે. ચોરી કરવા વિમલ એ પ્લાન બનાવ્યો અને સાથે ચાવીઓ પણ જાવીદ ને આપી..અને બેન્કમાંથી નીકળતા પહેલા વિમલ એ સીસીટીવી પણ બંધ કર્યા હતા.ચોરી કરતા સમયે આરોપી એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર 9.75 લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઇ ગયો હતો.પરંતુ બેંકમાં તમામ પ્રકારની મદદ અને ચોરી કરવાનો પ્લાનિંગ વિમલ એ કર્યો અને અંજામ જાવીદ સંધીએ આપ્યો હતો.

એટલું જ નહીં ચોરી કરેલા રૂપિયા લઇ આરોપીઓ ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા હતા.આરોપી જાવીદ અગાઉ સ્પા ચલાવતો હતો.અને તેમાં રેડ થઈ ને તેના પર કેસ થયો હતો.. જેથી ફરી સ્પા નો બિઝનેસ શરૂ કરવા રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદએ તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા હતા.એકતરફ ગોવા મા કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયા એ આ બંનેને ચોરીનો અંજામ આપવા મજબુર કરી દીધા હતા.આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા.જ્યારે કેટલાક રૂપિયા વિમલે તેની પ્રેમિકા ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.

કેસીનોમાં જુગાર અને સ્પાની આદત અને પ્રેમિકાના મોજશોખ પુરા કરવા આરોપીઓ ચોર બન્યા.હાલમાં દરિયાપુર પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે ચોરીના અન્ય નાણાં ક્યાં રાખવામાં આવ્યા છે.તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.