શું આભ ફાટશે? / ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય, ચોમાસાની વિદાય અને નવરાત્રીમાં વરસાદ પડવાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યારે?

ગુજરાત ટોપ ન્યૂઝ

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈને એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગ તરફથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. નવરાત્રી 2022ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યાં બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ પણ ખૂબ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.

આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમય વચ્ચે આવે છે. આ કારણે ચોમાસામાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દ. ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.