વલસાડમાં દારૂડિયાએ આખું ગામ માથે લીધું, દારૂ પીયને ફ્લેટના છઠ્ઠા માળે બેસી ગયો,પછી એવા ખેલ કર્યા કે વિડિઓ જોઈને તમે હચમચી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વલસાડ

વલસાડમાં એક યુવક નશાની હાલતમાં ફ્લેટની બહારના છજા પર બેસી ગયો હતો. આ ઘટના વલસાડના લોકોશેડ પાસે આવેલા સાઈ કૃપા બિલ્ડિંગ માંથી સામે આવી છે. આ યુવક નશાની હાલતમાં નીચે પડે એક હતો તેથી પરિવારજનો અને નીચે ઉભેલા લોકો ચિંતામાં મુકાયા હતા.

ત્યાં બાદ ત્યાં મોજુદ લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયરબ્રિગેડ અને પોલીસની બે કલાકની મહેનત કર્યા બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારી લેવાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અક ઘટના સાઈ કૃપા એપાર્ટમેન્ટમાં સર્જાય હતી તે વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં હેડ ક્વાર્ટર રોડ પર આવેલો છે. (વિડિઓ નીચે આપેલો છે) 

યુવકનું નામ બન્નીસીંગ મીના છે તેને નશો કર્યો હતો અને તેથી તેને પરિવાર સાથે ઝઘડો થયો હતો. બન્નીસીંગ ગુસ્સામાં પોતાના બાથરૂમની બારીના કાચ ખોલી છજા પર ઉતરીને બેસી ગયો હતો. ત્યાર બાદ બન્નીસીંગ લવારી કરવા લાગ્યો હતો. આ જોઇને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

નશાની હાલતમાં બન્નીસીંગ છજા પરથી નીચે પડી શકે તેમ હતો. ત્યાર બાદ ફ્લેટની અંદરથી કેટલાક લોકોએ તેને વાતચીતના બહાને ઉભો કરીને હાથ પકડી લીધા હતા. પછી કમરના ભાગે ઓઢણી બાંધી હતી જેથી અકસ્માતે નીચે ન પડે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને કરતા બંને ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. (વિડિઓ નીચે આપેલો છે)

એપાર્ટમેન્ટના બીજા માળના છજા પર હોવાના કારણે યુવકને નીચે ઉતારવો મુશ્કેલ કામ હતું. જેથી બન્નીસીંગને ઈજા પણ ન પહોંચે અને સલામત રીતે નીચે ઉતરી જાય તે રીતે ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બન્નીસીંગના ખભાના ભાગે દોરડું બાંધી નીચે ઉતારવામાં આવ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને બોલાવ્યા હતા. યુવક બીજા માળના છજા પર હતો અને તેથી તેને નીચે ઉતારવો મુશ્કેલ કામ હતું. પોલીસે અને ફાયરબ્રિગેડે સલામત રીતે નીચે તેને નીચે ઉતારાય તે માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. યુવકને નીચે ઉતારી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *