અરે બાપરે / ફાટક બંધ હોવા છતાં બાઈક લઇને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો વ્યક્તિ, પછી આચાનક જ ટ્રેન આવી અને માથેથી… – વિડિઓ જોઈને હૃદય કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

વ્યક્તિ ઘણીવાર ઉતાવળમાં મોટું નુકસાન સહન કરવાનો વખત આવે છે. આપણે કેટલીકવાર થોડો સમય બચાવવા માટે આપણા જીવનની પણ પરવા કરતા નથી. આ દિવસોમાં મુંબઈ થી એક વિડીયો સામે આવ્યો છે. એક બાઇકર એ જ કરે છે જે આપણે હંમેશા કરતા આવ્યા છીએ. ‘અરે, ટ્રેન આવે ત્યાં સુધીમાં ફાટકની નીચેથી બાઇક કાઢી લઈએ.’ આ માણસે પણ એવું જ કર્યું. પરંતુ પાછળથી તરત જ ટ્રેન આવી ગઈ. તે વ્યક્તિ ઝડપભેર ચાલતી ટ્રેનની ટક્કરથી બચી જાય છે, પરંતુ તેની બાઇક ઉડી જાય છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો વ્યક્તિ બાઇક લઈને ટ્રેક પર પહોંચે છે, તેને ખબર પડી જાય છે કે ટ્રેન આવી રહી છે. તે તરત જ બાઇક પરથી કૂદી પડે છે. બાઇક મુકીને, તે પાછળ હટી જાય છે. બાઇકના કુરચે કુરચા ઉડી જાય છે. આ વિડીયો 12 ફેબ્રુઆરીનો છે.

જ્યારે લોકોએ આ ખતરનાક વિડીયો જોયો તો તેમનો આત્મા કંપી ગયો. એક યુઝરે લખ્યું કે જો પેટ્રોલની ટાંકીમાં આગ લાગી હોત તો કલ્પના કરો કે અકસ્માત કેટલો ભયંકર હોત. આવા અકસ્માતો ઉતાવળમાં થાય છે. જો કે આમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. જો કે આ પહેલા પણ ઘણી વખત આવા અકસ્માતોના વિડીયો સામે આવ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે આ વિડીયો જોઇને આપણે સૌ લોકોએ સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. થોડી પણ ઉતાવળ મોતને આમંત્રણ આપી શકે છે. તે માટે કાળજીપૂર્વક રેલ્વે ફાટક પસાર કરો અને હા જ્યારે ફાટક બંધ હોય ત્યારે રેલ્વે ફાટક ઓળંગવાનો પ્રયાસ ન કરો. કારણ કે આ ઉતાવળ મોતને નોતરી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.