રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાને ભગવતીપરાના રીક્ષા ચાલકે ફરવા જવાની લાલચ આપી બાઈકમાં અપહરણ કરી સગીરાને ચોટીલા ફરવા જવાનું કહીને બસમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ મુદ્દે ભોગ બનનાર સગીરાની માતાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે આરોપી આધેડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા ચાર દીકરા અને બે દીકરી સાથે રહુ છું અને કોઠારીયા રોડ વિસ્તારમાં રહું છું અને કારખાનામાં કામ કરુ છું. મારા પતિ ચારેક મહિનાથી અમને છોડીને બીજે રહેવા જતાં રહ્યા છે.
આજથી 25 દિવસ પહેલા મારા સૌથી નાના બે મહિનાના દીકરાને આંચકી ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં બાળકોના વિભાગમાં તેને દાખલ કર્યો હતો. તેને રજા અપાઇ ન હોઇ અમે બધા સિવિલ હોસ્પિટલે જ રહેવા આવી ગયા હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે 19 જુલાઈ ના રાતે અમારે જમવાનું બાકી હોઇ જેથી મારી 16 વર્ષની દીકરી, 13 તથા 7 વર્ષના બે દીકરા એમ ત્રણેય જમવાનું લેવા માટે હોસ્પિટલની બહાર ગયા હતાં.
રાતે સાડા અગિયારેક વાગ્યે મારા બે દીકરા મારી પાસે આવી ગયા હતાં પણ દીકરી આવી નહોતી. મારા બાળકોએ વાત કરી હતી કે તે ત્રણેય ભાઇ-બહેન જયુબેલી શાક માર્કેટ પાસે જમવાનું લેવા ગયા હતાં ત્યાં એક હોન્ડાવાળો ભાઇ આવ્યો હતો અને બહેન સાથે તેણે વાત કરી હતી. એ પછી તેણે ત્રણેય ભાઇ-બહેનને હોન્ડામાં બેસાડી રેસકોર્ષ તરફ લઇ જઇ ચક્કર મરાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે હોન્ડાચાલક બન્ને ભાઈઓને દવાખાને ઉતારીને બહેનને સાથે લઇ જતો રહ્યો છે. આથી મેં તુરત દવાખાના બહાર જઇ તપાસ કરી હતી પરંતુ મારી દીકરી જોવા મળી નહોતી. ત્યારબાદ મેં હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં જઇ વાત કરી હતી. આથી પોલીસવાળા મારી સાથે મારી દીકરીને શોધવા આવ્યા હતા.
રાતના અઢી વાગ્યાની આસપાસ હું અને પોલીસ સિવિલમાં બાળકોના વિભાગ પાસે આવ્યા ત્યારે મારી દીકરી પગથીયે બેઠેલી જોવા મળી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારી દીકરીને પૂછ્યું કે, ક્યાં ગઇ હતી? શું થયું હતું? તે અંગે પુછતાં તેણીએ કહ્યું હતું કે- હું ભાઇઓને લઇ જમવાનું લેવા લોટરી બજાર પાસે ગઇ ત્યારે એક હોન્ડાવાળો મળતાં તેણે કહેલું કે તું મારી સાથે આવ તો તને ફરવા લઇ જઇશ અને પૈસા પણ વાપરવા આપીશ.
જ્યાં એ ભાઇએ મને કહેલું કે આપણે તારા બેય ભાઇને દવાખાને ઉતારીને ચોટીલા ફરવા જઇએ. એ પછી તે દવાખાનાના દરવાજે અમને લાવ્યો હતો અને બંને ભાઇને ઉતારી મને તેની સાથે હોન્ડામાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી તરફ લઇ ગયો હતો. ત્યાં તેનું હોન્ડા રાખી દીધું હતું અને કહેલું કે હવે આપણે ટ્રાવેલ્સમાં ચોટીલા જઇએ.
એ પછી અમે એક બસમાં ચડી ગયા હતાં. જેમાં પહેલા માળે સુવાની સીટ ખાલી હોઇ ત્યાં મને સુવાનું કહેતાં હું સુઇ ગઇ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પછી એ ભાઇ પણ આ સીટીમાં મારી સાથે આવી ગયો હતો અને રૂ. 500 આપીશ તેમ કહી મારી પાસે ખરાબ માંગણી કરતાં તેણે મને નવો મોબાઇલ ફોન લઇ દેવાની વાત કરી હતી.
મેં ફોન લેવાની પણ ના પાડતાં તેણે મારા શરીરે હાથ ફેરવવાનું ચાલુ કર્યુ હતું અને મારી સાથે ખરાબ કામ કરવા લાગ્યો હતો. થોડી વાર પછી મને કપડા પહેરવાનું કહ્યું હતું અને તેણે પણ પેન્ટ પહેરી લીધું હતું. એ પછી મને આ ભાઇએ સીટની નીચે ઉતારી હતી અને ડ્રાઇવરને કહી બસ ઉભી રખાવી હતી.
એ પછી અમે ઉતરી ગયા હતાં અને ત્યાંથી એ ભાઇએ એક ગાડી ઉભી રખાવી હતી અને ભાડે કરી તેમાં બેસી મને ફરીથી ગ્રીનલેન્ડ ચોકડીએ લાવ્યો હતો અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં ઉતારી જતાં હું અહીં બેઠી હતી.
દીકરીની આ કેફીયત તેણીએ માતાને જણાવતાં તે મુજબ પોલીસે આઇપીસી 363, 376 (J), અને પોક્સોની કલમ હેઠળ અપહરણ-બળાત્કારનો ગુનો નોંધી એ-ડિવીઝન PSI સી. જી. જોષીની રાહબરીમાં PSI ટી.ડી.ચુડાસમાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો પોલીસ તપાસમાં આરોપીનું નામ હનીફ ખાલીદભાઇ આરબ હોવાનું અને તે રિક્ષા ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું છે.
સગીરાને ઉઠાવી જવામાં આવ્યાની માતાએ પોલીસને જાણ કરી હોઇ રાતે પ્ર.નગર પોલીસ અને સિવિલ હોસ્પિટલની સિક્યુરીટીની ટીમોએ મોડે સુધી બાળાની શોધખોળ ચાલુ રાખી હતી. એ દરમિયાન બાળાને મુકવા હોન્ડા ચાલક આવતાં અને પોલીસને જોઇને ભાગતાં જ તેનો પીછો કરી પકડી લેવાયો હતો. બનાવની હદ એ-ડિવીઝન પોલીસની હોઇ ફરિયાદ ત્યાં નોંધવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!