બરાબરનો હલવાયો / એક યુવકે સુંદર રૂપાળી યુવતી સાથે લાળ ટપકે તેવી વાતો કરી, ત્યારબાદ હોટલમાં મળવા ગયો અને પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત

શહેરમાં હનીટ્રેપનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત્ત રોજ એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે મેસેજમાં લાળટપકે તેવી વાત કરવાનું 55 હજાર રૂપિયાનાં પડ્યુ હતુ. આ યુવાનને મળવા માટે બોલાવી તેના ગુગગ પે એકાઉન્ટમાંથી 31 હજાર અને ડેબિટ કાર્ડનો પિન મેળવીને એટીએમમાંથી 24 હજાર રૂપિયાઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ અંગે યુવાને ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.

આ અંગે વધારે વિગતો અનુસાર શહેરના બોડગવાસમાં રહેતા 28 વર્ષિય રવિ હરીભાઇ સોલંકીને થોડા દિવસ પહેલા છોકરા છોકરીઓની ચેટિંગ માટેની એપ ટીન્ડર પર મળ્યા હતા. આઇડી પર રવિ સોલંકીને વાત થઇ હતી. એક છોકરીના નામે અજાણ્યા વ્યક્તિએ મીઠી મીઠી વાતના મેસેજ કર્યા હતા. બપોરે ત્રણેક વાગ્યે રવિ આ એપ દ્વારા મુલાકાત થઇ હતી.

રવિને ત્યાં મેસેજ કરતા રૂમમાં આવવાનું કહ્યું હતું. રવિ રૂમમાં જતા જ અજાણ્યા એક યુવાને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ અચાનક રૂમમાં ધસી આવેલા ત્રણ યુવકોએ રૂમમાં આવી ગાળો આપીને માર માર્યો હતો. તું અહીં આવા ખરાબ ધંધા કરવા માટે આવ્યો છે. તેમ કહીને મોબાઇલ આંચકી લઇને ગુગલ પે પર નાણા ટ્રાન્સફર કરાવ્યા બાદ એટીએમ અને પીન લઇને તેમાંથી પણ નાણા ઉપાડી લીધા હતા.

એમ કહીને રવિ પાસેથી મોબાઇલ આંચકી લીધો હતો. ત્યારબાદ google pay શરૂ કરાવીને તેમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા. અને atm નો પિન પણ લઈને ત્યાંથી પૈસા ઉપાડી લીધા હતા. રવિ સોલંકી ને એક અજાણી યુવતીને મળવા જવું ખૂબ જ ભારે પડયું હતું. google અને એટીએમમાંથી હોટલ 55 હજાર રૂપિયા આ યુવાનો તેની પાસેથી પડાવી ગયા હતા.

આ ઘટનાની ફરિયાદ તેણે પોલીસ ખાતામાં નોંધાવતાની સાથે જ પોલીસ ખાતુ સજ્જ થઈને હનીટ્રેપની જાળમાં ફસાવતી યુવતી અને અન્ય ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ આગાઉ પણ પોલીસે હનીટ્રેપ ની જાળમાં ફસાવતી એક આખી ગેંગને પકડી પાડી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.