ગુજરાત સરકારની વિકાસની વાતો હવામાં, અહી બાળકો આવી ગરમીમાં પણ પંખા વગરની સ્કૂલોમાં ભણી રહ્યા છે, જુઓ નેતાઓ કેવો લૂલો બચાવ કરી રહ્યા છે

વડોદરા

વડોદરા : એક તરફ શિક્ષણના સ્તરને સુધારવાની વાતો ચાલે છે. તો બીજી તરફ વડોદરામાં કોઈ પણ જાતની સુવિધા વગર કન્ટેનરમાં માસુમો ભણતા હોવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. આંગણવાડીમાં કોઈ સુવિધા ના હોવાથી નાના ભૂલકાઓ કન્ટેનરમાં ભણવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ નીચેની આંગણવાડીમાં કોઈ સુવિધા નથી. જેથી 4 વર્ષથી 20 બાળકો કોઈ પણ જાતની સુવિધા વગર અભ્યાસ કરી રહ્યા છે.

આવી કાળઝાળ ગરમીમાં પાણી અને પંખા વગર માસુમો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાળકો માટે પાણીની વ્યવસ્થા કરી પંખા આપવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. પરંતુ હવે સવાલ એ થાય છે મેયરના આદેશ બાદ પણ માસૂમો સુધી સુવિધા ક્યારે પહોંચશે.

હાલ વડોદરામાં 44 ડિગ્રી તડકો છે, આવામાં કોઈ બહાર નીકળવાની પણ હિંમત ન કરે, તેવામાં વડોદરામાં 44 ડિગ્રી તાપમાનમાં નાના ભૂલકાઓ ગરમીમાં ભણવા મજબૂર બન્યા છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત ભીમનાથ બ્રિજ નીચે આંગણવાડીમાં બાળકો પંખા વગર ભણવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે વડોદરાના ભીમનાથ બ્રિજ નીચેની આંગણવાડીમાં કોઈ સુવિધા નથી.

અહીં રોજ 20 બાળકો કોઈ પણ જાતની સુવિધા વગર અભ્યાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણી અને પંખા વગર માસૂમો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાળકો માટે પાણીની વ્યવસ્થા કરી પંખા આપવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નહોતું.

ત્યારે આ મામલે વાલીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આવી ગરમીમાં પંખા વગર નાના બાળકો કેવી રીતે ભણે. અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસે છે, તો બાળકો માટે પંખા કેમ નહીં. મેયર, ચેરમેન સહિતના અધિકારીઓને કેમ નથી દેખાતી આ સમસ્યા. નાના ભૂલકાઓને ક્યારે મળશે યોગ્ય સુવિધા. હજુ ક્યાં સુધી સત્તાધિશો આંખ આડાકાન કરતા રહેશે. આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાતનું ભાવી ગણાતા આ ભૂલકાઓ.

વડોદરામાં VS24NEWS ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. VS24NEWS ના અહેવાલ બાદ માસૂમ ભૂલકાઓ માટે આંગણવાડી સુવિધા કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે, 4 વર્ષથી આંગણવાડીમાં પંખા અને પાણીની સુવિધા નથી તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ગરમીમાં સુવિધા વગર કન્ટેનરમાં બાળકો અભ્યાસ કરે તે યોગ્ય નથી. જેથી આંગણવાડીમાં પંખા અને પાણીની સુવિધાના અધિકારીઓને આદેશ કરાયા છે.

મેયરે કન્ટેનરમાં ચાલતી આંગણવાડી અંગે તપાસના અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ કહ્યુ કે, આંગણવાડીની સંચાલિકાને નોટિસ પણ પાઠવવામાં આવશે. ગરમીમાં બાળકોને પંખા વગર ભણવું પડે તે યોગ્ય નથી. હવે સવાલ એ થાય છે મેયરના આદેશ બાદ પણ માસૂમો સુધી સુવિધા ક્યારે પહોંચશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.