કાયદાનું ભાન ભૂલ્યા / અમદાવાદમાં ટપોરીઓએ જાહેરમાં તલવાર અને છરાથી કેક કાપીને જન્મદિવસની પાર્ટી કરી, જુઓ પછી પોલીસે આવીને જે કર્યું એ જાણીને તમે ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વખત હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર આવી ઘટનાઓ શરૂ થવા પામી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

અમદાવાદના અમરાઈવાડીમાં કેટલાક ટપોરીઓએ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી બાપ-બેટા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજેશ અને કિશન રાજપૂતે જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી.

કિશન રાજપૂતનો જન્મદિવસ હોવાથી તેની સાથે રાજેશ સહિતના ટપોરીઓ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં કેક કાપી રહ્યા હતા. તેમણે જાહેરમાં કેક કાપીને ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેતાં ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરવા જણાવતાં કિશન સહિતના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ( ટપોરીઓનો વિડિઓ નીચે આપેલો છે )

જગજીવનભાઈએ તેમને સમજાવવા જતાં ટપોરીઓએ જાતિવિષયક શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. આ સમયે કિશન રાજપૂતના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

તેમણે પણ દીકરાને સમજાવવાની જગ્યાએ તેનો પક્ષ લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે જાતિવિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરાઈ છે.

વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/18/11-ahmedabad-birth-day-harish_1658140331/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *