અરરર / શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો : ઓનલાઈન શિક્ષણમાં ટીચરે શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા, જુઓ પછી પંપાળી પંપાળીને કર્યું એવું કૃત્ય કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ ગુજરાત

શિક્ષણને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. ગઢડાના પ્રાથમિક શાળાના શિક્ષકે ઓનલાઈન શિક્ષણનો ગેર ઉપયોગ કરીને એક કુમળી વયની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. પોલીસે આ નરાધમ શિક્ષકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા હતા.

પ્રાથમિક શાળાના શિક્ષકનું નામ શબીરભાઈ અહેમદભાઈ બોળાતર (ઉ. 35) છે. શિક્ષકે વિદ્યાર્થીનીને ઓનલાઈન શિક્ષણની આડમાં મેસેજ કરતો હતો. શિક્ષક ઓનલાઈન શિક્ષણની આડમા વિદ્યાર્થીની સાથે વિડીયો કોલ પણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીનીને ઓનલાઈન મેસેજ અને ગીફ્ટ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારને જાણ થતા પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે શિક્ષક શબીર બોળાતર વિરુદ્ધ કલમ પોસકો હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.

સમગ્ર પ્રકરણે પી.એસ.આઈ. આર.બી. કરમટીયા તથા પોલીસ સ્ટાફે વધારે તપાસ હાથ ધરી ગઢડા શહેરમાં રહેતા શિક્ષક શબ્બીર અહેમદભાઈ બોળાતર (ઉં.વ. 35)ની પોલીસે ધરપકડ કરી પોસ્કો એકટ સહિતની કલમ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે વાલીઓની આંખ ખોલતા આ ચોંકવનારા કિસ્સાના ઘેરે પ્રત્યાઘાત પડ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.