ધંધુકામાં પહોંચ્યા હર્ષ સંઘવી / પરિવારજનોની આંખમાં આંસુ આવ્યા, સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, જુઓ ગૃહ મંત્રીએ આપ્યું મોટું નિવેદન : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

કિશન ભરવાડની હત્યા મામલે ધંધૂકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, રાણપુર અને ધંધૂકામાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત, ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચર્ચા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા

અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા છે. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા છે. હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી. હાલમાં પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, આ હત્યા એક ષડયંત્ર છે.

આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ભોગ બનેલા મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથે જ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે અડધી રાતે અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ.

આ કોઈ સામાન્ય હત્યા નથી, હું પોતે જ આ કેસની તપાસ કરી રહ્યો છુંઃ હર્ષ સંઘવી
કિશનના હત્યારા પકડાઈ ગયા છે. માત્ર હત્યારા જ નહીં, પરંતુ તેની પાછળ તમામ શક્તિ લાગેલી છે તે બધાને અલગ-અલગ ખૂણેથી પકડી લેવામાં આવ્યા છે. કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી બધા આગેવાનોએ આ ઘટનાના તળિયા સુધી જઈને એ પાછળનાં બધાં કારણો શોધવાનો અમારો ઉદ્દેશ હતો. ભવિષ્યમાં કોઈ યુવાનો સામે આંખ ઊંચી કરીને ન જોઈ શકે એવો દાખલો બેસાડીશું. હું પોતે જ આ કેસની તપાસ કરી રહ્યો છું.

આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/d0vgZAxX92o )

બે મૌલવી શંકાના ઘેરામાં
કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેનાં હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મૃતક યુવકના નામે સ્ટેચ્યૂ બનાવવાની માગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, એનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.

વિરોધપ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે. આરોપીને જલદી પકડીને જેલને હવાલે કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.