જાહેરમાં રંગરેલિયા / કલાકારને ચાલુ કાર્યક્રમમાં છેડતી કરવી ભારે પડી, જુઓ ગાયિકાએ ચખાડ્યો એવો મેથીપાક કે ગાયકે જે કર્યું એ જાણીને તમે પણ હેરાન થઇ જશો

વલસાડ

વલસાડ જિલ્લામાં એક મ્યુઝિકલ પાર્ટી દરમિયાન સાથી ગાયક દ્વારા ચાલુ કાર્યક્રમે જ ગાયિકાની છેડતી કરાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. ગાયિકા અને તેના પરિવારજનો દ્વારા ગાયકને મેથીપાક ચખાડતા ગાયકની સાન ઠેકાણે આવી હતી. ગાયક દ્વારા બે હાથ જોડી ગાયિકાના પગે પડી માફી માગવામા આવી હતી.

અનેક લોકોની હાજરીમાં છેડતીનો બનાવ બન્યો
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં એક ગાયિકા ગીત ગાઈ રહી છે ત્યારે જ સાથી ગાયક મુકેશ પટેલ તેની નજીક આવે છે અને ગાયિકા સાથે શારીરિક છેડછાડ શરૂ કરે છે. આ સમયે સ્ટેજની આસપાસ અને સામેની તરફ અનેક લોકો હાજર હતા તેમ છતા મુકેશ પટેલે છેડતી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.

ગાયિકાના પરિવારજનોએ મુકેશ પટેલને મેથીપાક ચખાડ્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા જ ગાયિકાના પરિવારજનોએ મુકેશ પટેલને મેથીપાક ચખાડી સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગાયિકાના પગે પડી મુકેશ પટેલે માફી માગી
મ્યુઝિકલ પાર્ટીના કાર્યક્રમમાં છેડતીના વીડિયોની સાથે મુકેશ પટેલ દ્વારા ગાયિકાની માફી માગવામા આવી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં મુકેશ પટેલ બે હાથ જોડી અને ગાયિકાના પગે પડી માફી માગતો જોવા મળી રહ્યો છે. સાથે માફી પણ માગી રહ્યો છે કે આજ પછી કયારેય છેડછાડ કરશે નહીં.

આ સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદ નહીં
વલસાડના સોશિયલ મીડિયામાં આ સમગ્ર મામલાના ત્રણ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામા ના આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.