ભારે ધુમ્મસના કારણે સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ ટ્રકની પાછળ કાર ઘુસી જતા થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. ભારે ધુમ્મસના કારણે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી.

જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર મંગળવારના રોજ સવારે એટલે કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ વધારે પડતો ધુમ્મસ હોવાના કારણે ટ્રકની પાછળ એક કાર ઘુસી ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ અન્ય બે કાર પણ આવીને ટ્રકની પાછળ ઘૂસેલી કાર સાથે અથડાઈ હતી. જેને પગલે કારમાં સવાર એક્ઝિક્યુટિવ ઓફિસર સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, કારમાં સવાર ત્રણેય વ્યક્તિ મેરઠ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. તેમજ ઘટનાની જાણ પરિવારજનોને થતા ત્રણેયના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટનામાં કારમાં સવાર એક્ઝિક્યુટિવ ઓફિસર સુધીરકુમાર અને તનુજ તોમર નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કાર ચલાવી રહેલા UPDA કર્મચારી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *