અરે બાપરે / એક્સપ્રેસ-વે પર કાર ડિવાઈડરથી અથડાયા બાદ લાગી ભયંકર આગ, જુઓ પછી થયું એવું કે કારમા સવાર લોકો જીવતા ભૂંજાયા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. અકસ્માતના કારણે ધડાકો થયો અને કારમાં આગ લાગી ગઈ. આગ એટલી ભીષણ હતી કે કારમાં બેઠેલા ત્રણ લોકોને બહાર નીકળવાની તક જ ન મળી અને તેઓ જીવતા જ ભૂંજાય ગયા. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય લોકો જીવતા સળગી ગયા હતા.

કાર સવાલ લખનઉનો રહેવાસી હતો. એક મૃતકની ઓળખ થઈ છે. પોલીસે પરિવારને સુચના આપી છે. બીજા બે મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર સવાર મદદ માટે બુમો પાડતા રહ્યાં પરંતુ ભયાનક આગમાં કોઈ પણ તેમને બચાવવાની હિંમત ન કરી શક્યા.

આ આખો મામલો ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અરવલ કિરી કરવત ગામ નજીકનો છે. રવિવારની સાંજે લગભગ 7 વાગ્યે લખનઉથી ગાજીપુર તરફ સ્પીડમાં જતી કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ડિવાઈડરથી અથડાયા બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ. જેનાથી કારમાં સવાર ત્રણ અજ્ઞાત લોકોના કારમાં સળગી જવાથી મોત થઈ ગયા. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી. જે બાદ ગોસાઈગંજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ ચાલી રહી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/06/93-up-car-salgikishan-shailesh_1644167387/mp4/v360.mp4 )

CO જયસિંહપુર કેકે સરોજે જણાવ્યું કે આ દુર્ઘટના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માઈલ સ્ટોન 127ની પાસે થઈ છે. બ્લૂ રંગની કાર (UP32 KB 7401) અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે બાદ કારમાં આગ લાગી ગઈ. કારમાં ત્રણ લોકો સવાર હતા. તમામનાં મોત થઈ ગયા છે. કાર નંબરના આધારે એક મૃતકની ઓળખ આદિત્ય કોઠારી પુત્ર મહેશ નંદ કોઠારી તરીકે થઈ છે. તે લખનઉમાં જ્ઞાનભવન, કપૂરથલા નિયર ટિપટોપનો રહેવાસી હતો. હજુ દુર્ઘટના કયા કારણસર થઈ તે સ્પષ્ટ નથી થયું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.