ગમખ્વાર અકસ્માત / બે-ત્રણ નહિ પરંતુ એકસાથે છ-છ વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અક્સ્માત, જુઓ ટ્રક અને કન્ટેનર વચ્ચે કારનું પડીકું વળીજતા આટલાંના કરુણ મોત

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મુંબઈ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Road accident) થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ઘાયલ થયેલા 8માંથી ત્રણની હાલત ગંભીર છે. ખંડાલા ઘાટના ખોપોલી એક્ઝિટ પર આ અકસ્માતમાં 6 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ટ્રક અને કન્ટેનર વચ્ચે એક કાર સેન્ડવીચ થઈ હતી અને તેને સૌથી વધુ નુકસાન થયું હતું.

હાઈવે પોલીસના જણાવ્યા અનુસાર, એક્સપ્રેસ વે પર પુણે-મુંબઈ લેનમાં સવારે 6.40 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે ટ્રક, એક કન્ટેનર, બે કાર અને એક ટેમ્પો અથડાયા હતા. આ અંગેની માહિતી મળતા હાઇવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ વાહનોને એક કલાક સુધી બંધ કરાવી રૂટ ચાલુ કરાવ્યો હતો. આ અકસ્માતમાં ગૌરવ ખરાત (36), સૌરભ તુલસી (32), સિદ્ધાર્થ રાજગુરુ (31) અને અન્ય એકનું મોત થયું છે.

કેવી રીતે સર્જાયો ભયાનક અકસ્માત
હાઇવે પર તેજ ગતિએ દોડતું કન્ટેનરનું ટાયર પંકચર થતાં રોડની વચ્ચે જ થંભી ગયું હતું. પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કાર બેકાબૂ થઈને તેની સાથે અથડાઈ હતી. જેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારને પાછળથી પૂરપાટ આવતા ટ્રકે ટક્કર મારી હતી અને ત્યારબાદ કાર, ટેમ્પો અને ટ્રક એક પછી એક અથડાયા હતા. જોકે મોટા ભાગના નાના વાહનોને નુકસાન થયું હતું. ઇજાગ્રસ્તો પણ આ વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા. તમામ ઘાયલોને ખોપોલી નગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ, એન્જલ રેસ્ક્યુ ટીમ અને ખોપોલી, ખંડાલા, હાઈવે પોલીસ ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે.

આ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત:
1) કન્ટેનર (MH 46 BM 5259)
2) કાર (MH 21 BQ 5281)
3) ટ્રક (MH12 SX 2127)
4) ટેમ્પો (MH 10 AW 7611)
5) સ્વીફ્ટ કાર (MH 13 BN 7122 TruckM6)
6) ટ્રક (MH 46 AR 3877)

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કન્ટેનરમાં આગ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર રવિવારે મધરાતે એક કન્ટેનરમાં આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈનું મોત થયું નથી. પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી પુણે જઈ રહેલા કન્ટેનરમાં મડપ ગામ પાસે અચાનક આગ લાગી હતી. માહિતી મળતાં જ પોલીસ અને IRBના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જોકે આગમાં ટ્રકમાં ભરેલો લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.