ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદની ઝૂપડપટ્ટી વિસ્તારોમાં આજે બપોરે ભીષણ આગની ગોઝારી ઘટના બની હતી. જે સ્થળ પર આગ લાગી હતી ત્યા એક ગૌશાળા પણ આવેલી છે. હિંડન નદીના કિનારે ઝુપડાઓમાં લાગેલી ભીષણ આગને લીધે ઓછામાં ઓછી 100 ગાય સળગીને મૃત્યુ પામી હોવાની માહિતી મળી છે.
મથુરા અને આગ્રામાં પણ આગ લાગવાની અન્ય એક ઘટનામાં કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતો સામાન બળીને રાખ થઈ ગયો છે.જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. મથુરાના વૃંદાવનમાં કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બીજી બાજુ આગ્રાના દયાલબાગમાં સવારે સાડા આઠ વાગે ગ્રીન ગેસ લાઈનમાં આગ લાગી હતી.
ગાઝીયાબાદની ઝૂપડપટ્ટી વિસ્તાર નજીક કચરાના ઢગલા પડ્યા હતા. અહીં લાગેલી એક નાની એવી ચિંગારીએ ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને સમગ્ર વિસ્તારમાંને પોતાના ભરડામાં લઈ લીધો હતો. ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે આગ લાગવા સાથે મોટા પ્રમાણમાં વિસ્ફોટો પણ થવા લાગ્યા હતા. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટો સિલેન્ડર ફાટવાને લીધે થયા છે. વિસ્ફોટને લીધે લોકોમાં વ્યાપક પ્રમાણમાં ભયનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. CM આદિત્યનાથે આ ઘટનાની જાણ થઈ હતી અને તેમણે બચાવ કાર્યોને ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા છે.
100થી વધારે ગાયો જીવતી સળગી ગઈ
આગ એટલી ભીષણ હતી કે તેની પાછળ બનેલી ગૌશાળા પણ તેની ઝપટમાં આવી ગઈ હતી. અહીં મોટી સંખ્યામાં ગાયો હતી, આ ઘટના બનતા ગૌશાળાના માલિકે અનેક ગાયોને બચાવી લીધી હતી. શ્રી કૃષ્ણા ગૌસેવાના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે આગ લાગવાની આ ઘટનાને લીધે 100તી વધારે ગાયો સળગીને મૃત્યુ પામી છે. ધૂમાડાને લીધે આજુબાજુ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.
સોમવારે બપોરે લગભગ દોઢ વાગે ગાઝીયાબાદના કનાવની ગામમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આગ ઉપર નિયંત્રણ મેળવવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો ઉપયોગ કર્યો હતો, પણ તેજ હવાને લીધે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોથી લાગી તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. પણ એવું માનવામાં આવે છે કે નજીકમાં રહેલા કચરાના ઢગલામાંથી આ આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
( આગનો ભયંકર વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/11/85_1649680631/mp4/v360.mp4 )
જ્યારે ગાઝીયાબાદની ઘટના અંગે સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર સામે નિશાન સાધ્યું છે.SPએ સોશિયલ મીડિયા ઉપર કર્યું કે ‘ગાઝીયાબાગમાં આગની ઘટનાથી મોટી સંખ્યામાં પશુહાની થઈ છે. ભાજપ સરકારમાં ફાયર બ્રિગેડનું કાર્ય નિકળી ચુક્યું છે, બુલડોઝરના પ્રચાર પ્રસારમાં ફસાયેલી સરકાર જો એમ્બ્યુલેન્સ અને ફાયરને લગતી સુવિધા પર ધ્યાન આપ્યું હોત તો આ જાનહાની ટાળી શકાતી હતી. પણ ભાજપ શાસિત યોગી સરકાર પાસે ફક્ત નફરનો પ્રચાર છે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!