સુરતમાં ફરી આગની દુર્ઘટના /સુરતના ખટોદરામાં ગેરેજમાં લાગી ભયંકર આગ, જુઓ કચરાને કારણે આગ ઉગ્ર બની, ગેરેજમાં અનેક ગાડીયો બળીને ખાખ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ખટોદરા રાયકા સર્કલ નજીક ગેરેજમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ આગની જ્વાળાઓને જોઈ તાત્કાલિક પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી. તપાસમાં આગ ફોર વ્હીલ ગેરેજના વેસ્ટ કચરામાં લાગી હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

30 મિનિટે આગ કાબૂમાં આવ્યા
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રીના 12:41નો હતો. એક ગેરેજમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. લગભગ 30 મિનિટ સુધી પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લેવાય હતી. જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. તપાસ કરતા આગ ગેરેજના કચરાને કારણે ઉગ્ર બની હતી.

ફાયરના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા
હરેશભાઇ (ફાયર ને કોલ કરનાર) એ જણાવ્યું હતું કે હું નોકરી પર જતો હતો. આગની જ્વાળા જોઈ તાત્કાલિક ફાયરમાં ફોન કર્યો હતો. ફાયરના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. લગભગ ગેરેજ બહાર આગ લાગી હતી.

તપાસમાં આગ ફોર વ્હીલ ગેરેજના વેસ્ટ કચરામાં લાગી હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. તપાસ કરતા આગ ગેરેજના કચરાને કારણે ઉગ્ર બની હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.