મોટી દુર્ઘટના / અમદાવાદના કાંકરિયા તળાવમાં મોડી રાત્રે હોરર હોઉસમાં ભયકંર આગ ફાટી નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો, જુઓ થયું એટલું મોટું નુકસાન

અમદાવાદ

કાંકરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી હતી. કાંકરિયાના હોરર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કાંકરિયાના હોરર હાઉસમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડાં જેવી વસ્તુઓને મોટું નુકશાન થયું હતું. આગનું કરણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોરર હાઉસમાં બનેલી આ દુર્ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2019માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઇડ તૂટી પડતા એક મોટી દુર્ઘટના થઈ હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં 2 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 29 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદીઓમાં સૌથી લોકપ્રિય જગ્યા હોય તો તે કાંકરિયા તળાવ છે. જે મણીનગર વિસ્તારમાં આવેલું છે. જેમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ ટ્રેન, હોરર હાઉસ, બલૂન રાઇડ જેવી લોકોને આકર્ષતી અનેક મનોરંજનની વસ્તુઓ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *