આ જબરું હો / મેરેજ હોલમાં ભીષણ આગ લાગી છતાં લોકો ભોજનની મજા લેતા રહ્યા, જુઓ વિડિઓ થયો વાયરલ

અજબ ગજબ ઇન્ડિયા ટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી પરંતુ તેનો કોઈ જ ફરક ત્યાં હાજર લોકો પર ન પડ્યો. તેઓ તો પાછળ આગ ફાટી નીકળી પણ મોજથી ભોજનનો આનંદ માણતા રહ્યા. કહેવાય છે કે આ વીડિયો મહારાષ્ટ્રના થાણાનો છે. રવિવારે મોડી રાતે થાણાના અન્સારી મેરેજ હોલમાં આગ લાગી ગઈ. આગના કારણે મેરેજ હોલને ખુબ નુકસાન થયું. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈના ઘાયલ થવાના કે મોતના અહેવાલ નથી. જ્યારે મેરેજ હોલમાં આગ લાગી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

આગ લાગવા છતાં ખાવાનું ખાતા રહ્યા લોકો
વાયરલ વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે મેરેજ હોલમાં ભયાનક આગ લાગવા છતાં ત્યાં હાજર લોકો ખાવાનું ખાતા રહ્યા. મોટાભાગના લોકો એ જ ઈચ્છતા હતા કે આગ વધુ ફેલાય તે પહેલા ખાવાનું ખાઈને ત્યાંથી ભાગી જાય. સોશિયલ મીડિયા પર આ યૂઝર્સ હવે લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકો આટલા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે?

આખો મંડપ બળીને ખાખ થઈ ગયો
મેરેજ હોલની આગ એટલી ભીષણ હતી કે ગણતરીની પળોમાં આખો મંડપ બળીને ખાખ થઈ ગયો. આ દરમિયાન કોઈએ ગમે તેમ કરીને દુલ્હા અને દુલ્હનને બચાવી લીધા. સમયસર લોકોને ત્યાંથી ખસેડી પણ લેવાયા હતા.

ભારે મહનત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગ બુઝાવતા ખુબ મહેનત લાગી. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આગ બુઝાવવામાં કામે લાગી. આગ બુઝાવવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો જો કે હજુ સુધી એ ખબર નથી પડી કે આગ કયા કારણે લાગી?

તેમણે વધુમાં કહ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગના મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. એ વાતની તપાસ થઈ રહી છે કે આગ લાગવાની ઘટના એક અકસ્માત હતો કે પછી કોઈએ જાણી જોઈને કર્યું. જો કોઈ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. મોટાભાગના લોકો એ જ ઈચ્છતા હતા કે આગ વધુ ફેલાય તે પહેલા ખાવાનું ખાઈને ત્યાંથી ભાગી જાય. સોશિયલ મીડિયા પર આ યૂઝર્સ હવે લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકો આટલા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે?

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1465497573746036738 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.