હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના કાંગડા જિલ્લા(Kangra district)માં ચંદીગઢ-ધર્મશાલા (Chandigarh-Dharamsala) NH-503 દેહરાના બિયાસ પુલ (Beas pool) શનિવારે (saturday)સવારે એક દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની પત્નીના બંને પગ ભાંગી ગયા હતા.
અકસ્માત બાદ હાઈવે(Highway) પર ટ્રાફિક થઈ ગયું હતું. બાઇક સવારનું માથું પુલની દિવાલ સાથે અથડાયું હતું જેના કારણે તેની ખોપરી ધડથી અલગ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય પતી અને તેની પત્ની દહેરાના લોહાર સુનહેતમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ દહેરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચિંતપૂર્ણીથી દહેરા તરફ જઈ રહ્યો હતો. ટ્રક જયારે બિયાસ બ્રિજ પર પહોંચે છે, ત્યારે તે ટ્રેક્ટરની બાજુ માંથી જવાનો પ્રયાસ કરે છે તે દરમિયાન ટ્રેક્ટર પલટી જાય છે.
આ દરમિયાન સામેથી આવતા બાઇક સવારે બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુલ સાથે અથડાઇ જાય છે. આ દરમિયાન મૃતકની ખોપરી અલગ થઇ જાય છે અને તેની પત્નીને ગંભીર ઈજા થાય છે.
ઘટનાસ્થળે બંને તરફના વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. મૃતકના સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચૂદરેહાદ પંચાયતના નાયબ વડા વિનોદ ઠાકુરે જણાવ્યું કે દહેરાના બિયાસ પુલ પર એક દર્દનાક અકસ્માત થયો છે. જેમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા બગ્ગાનું મોત થયું છે અને તેની પત્નીના બંને પગ ભાંગી ગયા છે. મહિલાને સારવાર માટે દહેરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ડીએસપી દેહરા અંકિત શર્માએ જણાવ્યું છે કે, ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!