સુરત શહેરમાં રખડતા ઢોરો બાદ હવે શ્વાન નો આતંક બેફામ રીતે વધતી જણાઈ રહ્યો છે. જેમાં શહેરના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના સામે આવી છે. જેને પગલે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના બાદ શ્વાનને પકડવા માટે આદેશ આપી દેવાયા હતા. (વિડિઓ નીચે આપેલો છે)
મળતી માહિતી અનુસાર, સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. ત્યારે સ્વાભાવિક છે કે, સોસાયટીમાં બાળકો રમતા હોય છે.
આ દરમિયાન નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભરી લીધું હતું. જેને પગલે આ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. (વિડિઓ નીચે આપેલો છે)
ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટનાની જાણ થવાની સાથે જ ડોગ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને ત્રણથી ચાર શ્વાનોને ઝડપી પાડ્યા છે. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયાઓ પણ સમયાંતરે કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયાઓ પણ સમયાંતરે કરવામાં આવે છે.
રખડતા શ્વાનનો જીવલેણ હુમલો, સુરતમાં રમતી બાળકીને ગંભીર રીતે હડકાયેલા શ્વાને કરડી ખાધું…#surat #DOG #શ્વાન #CCTV #video #trishulnews pic.twitter.com/23aaUVqqRV
— Trishul News (@TrishulNews) January 9, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો