ભાભી સાથે સંબંધ બાંધતો હતો દિયર, પ્રેમમાં એટલો પાગલ બન્યો કે તમામ હદો વટાવીને કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સમાજને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાભી એ જ પોતાના દિયર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં અમરાઈવાડી પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. દિયર ભાભીના સંબંધોને કલંકિત કરતો કોણ છે આ આરોપી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમરાઈવાડી પોલીસમાં કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ હસમુખ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ વ્યક્તિ પર આરોપ છે કે તેને પોતાની જ ભાભી સાથે અનૈતિક સંબંધ બાંધીને લાલચ આપીને અવાર નવાર શારીરિક સંબધ બાંધ્યો હતો. પોતાના ભાઈ જ પિત્રાઈ ભાઈના છૂટાછેડા થઈ ગયા બાદ ભાભી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો.

બાદમાં લગ્નની લાલચ આપીને અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઉલ્લેખ પીડિત ભાભીએ ફરિયાદમાં કર્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આરોપી હસમુખ હદિયાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, તેના કુટુંબી ભાઈના છૂટાછેડા થઈ ગયા બાદ તેના ભાઈ જ પત્ની સાથે અનૈતિક સંબધો બાંધવાની મહેચ્છા રાખીને તેણે લગ્નની લાલચ આપી હતી અને અનેક વખત શારીરિક સંબધ બાંધી મહિલા સાથે લગ્ન કર્યા ન હતા.

જેથી આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે આરોપસર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હસમુખ હડિયલ આજે પોલીસ ગીરફત એટલા માટે આવી ગયો છે કે તેને પોતાની જ ભાભી સાથે દુષ્કર્મ આચર્યું છે.

તદ ઉપરાંત પોતાની ભાભી સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ ફૂલહાર કરીને પોતાની જોડે જ રાખી હતી, પરંતુ પત્નીનો દરજ્જો નહિ આપી માત્ર શારીરિક સંબધ જ બાંધ્યા હતા.

આખરે પીડિત મહિલા સમગ્ર બનાવ ની હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી ત્યારે સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે સત્તાવાર રીતે ફરિયાદ નોંધી આરોપી ધરપકડ કરી લીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.