અરે બાપરે / સુરતના રત્નકલાકાર સાથે થયું એવું કે વિડિઓમાં આપવીતી કહી જેરી દવા ગટગટાવી, આપઘાત પહેલાનો વિડિઓ જોઈને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના સરથાણા ખાતે આવેલી લસકાણા પોલીસ ચોકીની પાછળ ભોજલરામ સોસાયટીમાં રહેતા રત્નકલાકારે પ્રેમ પ્રકરણમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઇ થઈ રહી હોવાને કારણે માનસિક રીતે તણાવમાં આવી ગયેલા રત્નકલાકારે આ પ્રકારનું અત્યંત ગંભીર પગલું ભર્યું હોવાનું તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું. ( આપઘાત પહેલાનો LIVE  વિડિઓ નીચે આપેલો છે )

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને મીની બજાર ભોજલરામ સોસાયટીમાં રહેતા ધાર્મિક પ્રવીણભાઈ ઇટાલીયા (ઉ. વ. 27) હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે બપોરે ધાર્મિક ઇટાલીયા પોતાની મોટરસાયકલ ઉપર સવાર થઈ લસકાણા પોલીસ ચોકી ની પાછળ નહેર પાસે પહોંચી ગયા હતા અને ત્યાં ધાર્મિક ઇટાલીયા એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ત્યાર પછી કાકા હીરા ઇટાલીયા ને જાણ કરવામાં આવતા તેઓ ત્યાં પહોંચી આવ્યા હતા અને ધાર્મિક ઇટાલિયાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જ ધાર્મિક ઇટાલિયાનું મોત નીપજ્યું હતું. હાલમાં તો સરથાણા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ પી.એસ.આઇ. પી.એમ હઠીલા દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ધાર્મિક ઇટાલીયા તણાવમાં રહેતા હતા. જેથી આ અંગે પરિવારે તેના ડિપ્રેશન અંગે પૂછ્યું હતું તો તેણે જણાવતા કહ્યું હતું કે, તેના એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. પરંતુ જે યુવતી સાથે તેના સંબંધ હતા તે યુવતીના થોડા દિવસમાં અન્ય યુવક સાથે લગ્ન થવાના હતા. જેને કારણે ધાર્મિક ઇટાલીયા ડિપ્રેશનમાં રહેતા હતા અને અંતે અણધાર્યું પગલું ભર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.