ડીસામાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં પરિવારના લોકોએ કર્યું એવું કામ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ

આજના સમયમાં મોટાભાગના લોકો એકબીજાનું સાથ આપવાનું અને તેમની મદદ કરવાનું મહત્વ સમજી ગયા છે. લોકો એકબીજાને મદદ કરીને માનવતા મહેકાવતા હોય છે. સાથે જ હવે લોકો અંગદાન નું મહત્વ પણ સમજવા લાગ્યા છે.

મૃત્યુ પછી પણ ઘણા લોકો અંગદાન કરીને અન્ય લોકોને નવું જીવન આપે છે. તાજેતરમાં ડીસામાં પણ એક પરિવાર એ આવું જ મહાન કામ કર્યું છે. ડીસામાં એક પરિવારમાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં તેના દેહનું દાન મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું. તેમના દેહનો ઉપયોગ હવે મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરશે.

ડીસામાં રહેતા સિંચાઈ વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટર નું મૃત્યુ થયું હતું તેમનું નામ દિનેશચંદ્ર દવે હતું. દિનેશચંદ્ર દવે નું મૃત્યુ થતાં તેમના પરિવારને નક્કી કર્યું કે તેમના દેહનું દાન મેડિકલ કોલેજમાં કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ રિસર્ચ કરવા માટે અને નવી નવી શોધ માટે તેમનો ઉપયોગ કરી શકે.

તેમના પરિવારનું કહેવું છે કે જ્યારે દિનેશભાઈ 60 વર્ષના હતા ત્યારે જ તેમણે પોતાની દીકરી અને પત્નીને આ વાત જણાવી દીધી હતી કે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેના દેહનું ધ્યાન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *