પ્રેમીએ હદ પાર કરી / 16 વર્ષીય તરુણીને બોયફ્રેન્ડે કહ્યું, તને બોર્ડમાં વાંચેલું યાદ આવે તે માટેનો એક ઉપાય મળી ગયો છે, જુઓ પછી જે કર્યું એ જાણીને તમારું લોહી ઉકળશે

સુરત

સુરત શહેરમાં ફરી સોશિયલ મીડિયા થકી 16 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જયારે કિશોરીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતા તે ગર્ભવતી હોવાનું બહાર આવતા તેના પેટમાં હતો ત્રણ માસનો ગર્ભ આવ્યું સમગ્ર મામલે માતાપિતાએ ગોદાડરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

દુષ્કર્મનો ભોગ અને ગર્ભવતી થયેલી કિશોરી 12 ધોરણમાં પરીક્ષા પણ આપી શકી નહી. સુરતના ગોદાદરા વિસ્તારમાં રહેતી 16 વર્ષય કિશોરીની 12 માં ધોરણમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે કિશોરીએ માતા પિતાને આ પરીક્ષામાં જવાનું ના પાડી દીધું હતું કહીયું કે તેની તબિયત નથી સારી માતા પિતા પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરે લોહી ઓછું હોઈ તેવું કહી દવા આપી હતી.

કિશોરીની તબીયતને કોઈ ફરક નહીં પડ્યો અને તેની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી તે સતત માનસીક તણાવમાં રહેતી હતી ત્યાં માતા પિતા તેને વધુ સારવાર માટે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે કિશોરીની તપાસ કરતા તેને ત્રણ માસનો ગર્ભ હોઈ તે ગર્ભવતી છે આવું કહેતા માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતા પિતા આઘાતમાં સરી ગયા હતા.

સમગ્ર મામલે કિશોરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, થોડા મહિના અગાવ તેને સોશ્યલ મીડિયા થકી એક યુવક સાથે મિત્રતા થઈ હતી. અનેએ મિત્રતા પ્રેમ સબંધમાં ફરી હતી. જ્યાં આ યુવકે કિશોરીને મીઠા મીઠા સપના બતાવી તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની પર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચારીયું હતું.બસ તેને લઈ જ આ કિશોરી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું સમગ્ર મામલે પોલીસે આ યુવકની તપાસ હાથ ધરી હતી.

જ્યાં આ યુવકનું નામ શક્તિ અનિરુદ્ધ યાદવ હોવાનું બહાર આવ્યુ હતું. આ ઉપરાંત તરૂણી પરીક્ષા મુદ્દે ટેન્શનમાં રહેતી હોવાથી યુવકે તેને લગ્નની લાલચ આપીને ફોસલાવીને માઇન્ડ ફ્રેશ કરવાના બહાને બહાર લઇ જઇને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જ્યાં આ કિશોરીની ઉમર 16 વર્ષની હોઈ તેને સારા ખરાબની સમજ નહીં હોઈ અને આ યુવકે તેનો જ લાભ લઈ તેને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ યુવક વિરુદ્ધ માં પોસ્કો 376 કલમ હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.