કાળી કરતૂત / પાડોશીએ 26 વર્ષીય પોર્નસ્ટારને હથોડા ફટકારી લાશના ટુકડેટુકડા કરી સળગાવી દીધી, જુઓ પછી લાશ સાથે જે કર્યું એ જાણીને તમે હચમચી જશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

જાન્યુઆરીમાં ઇટાલીની 26 વર્ષીય પોર્ન એક્ટ્રેસ ચાર્લોટ એન્જીની હત્યા થઈ હતી. મોતના ત્રણ મહિના બાદ હવે એક્ટ્રેસની હત્યાનો ઘટસ્ફોટ થયો છે. એન્જીની હત્યા 43 વર્ષીય બિઝનેસમેન તથા ફૂડ બ્લોગરે કરી હતી.

‘ધ વીક’ના અહેવાલ પ્રમાણે, પોલીસને રસ્તા પરથી કચરાની થેલીમાંથી એક્ટ્રેસની ક્ષતવિક્ષત લાશ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્જીની હત્યા હથોડો મારીને કરવામાં આવી હતી. મંગળવાર, 29 માર્ચના રોજ પોલીસે ડેવિડની ધરપકડ કરી હતી. ડેવિડ એન્જીનો પડોશી છે.

ડેવિડે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જાન્યુઆરીમાં તેણે એન્જીની હત્યા કરી હતી. હત્યા બાદ તેણે લાશને ફ્રીઝરમાં મૂકી હતી. એક મહિના બાદ ડેવિડે ફ્રીઝરમાંથી લાશ કાઢી હતી અને ત્યાર બાદ એના ટુકડા કરીને સળગાવી દીધા હતા. ડેવિડે લાશના અંદાજે 15 ટુકડા કર્યા હતા. પછી કચરાની થેલીમાં પેક કરી દીધા હતા. આ કચરાની થેલી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા પર ફેંકી દીધી હતી.

એવું કહેવામાં આવે છે કે પોલીસ તપાસમાં ડેવિડે કહ્યું હતું કે રોમેન્ટિક ડેટ દરમિયાન તેણે અકસ્માતે એન્જીની હત્યા કરી નાખી હતી. એન્જી મિલાનના લોમ્બાર્ડીમાં રહેતી હતી. કોવિડ 19 પહેલાં એન્જી પર્ફ્યૂમની દુકાનમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. જોકે કોરોનાને કારણે તેણે પોતાનું પ્રોફેશન બદલવું પડ્યું હતું અને તે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તે પોર્ન ફિલ્મમાં કામ કરતી હતી.

એન્જી 11-13 માર્ચની વચ્ચે યોજાનારા ઇરોટિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાની હતી. જોકે તે ફેસ્ટિવલમાં આવી નહોતી. તેના એક ચાહકને શંકા ગઈ હતી અને તેણે પોલીસને માહિતી આપી હતી. પોલીસે ત્યાર બાદ એન્જીની તપાસ કરી હતી અને પછી તેની લાશ મળી આવી હતી. ફોરેન્સિકની તપાસમાં એ વાત સામે આવી હતી કે મહિલાના શરીર પર 11 ટેટૂ હતાં.

પોલીસે લાશના વિવિધ ફોટોગ્રાફર્સ ન્યૂઝપેપરમાં પ્રકાશિત કર્યા હતા. ફોટોઝમાં રહેલા એક ટેટૂ પરથી ચાહકે એન્જીની લાશને ઓળખી બતાવી હતી. હત્યા કર્યા બાદ ડેવિડ એન્જીનો ફોન વાપરતો હતો. તે બધાને એન્જી બનીને જ રિપ્લાય કરતો હતો અને તેથી જ બે મહિના સુધી કોઈને ખબર ના પડી કે એન્જી હવે આ દુનિયામાં નથી.

( હત્યારો ડેવિડ )

હત્યારા ડેવિડે તેના મિત્રોને કહ્યું કે કારોલ તેનો ગંદો ધંધો છોડી દેવા માગતી હતી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળી જવા માગતી હતી પરંતુ ડેવિડ તેને આ ધંધામાં ચાલુ રાખવા માગતો હતો, બન્ને વચ્ચે બોલાચાલી પણ થતી રહેતી હતી,આખરે ડેવિડ તેની હત્યા કરી નાખી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.