સાયરસ મિસ્ત્રીનો અકસ્માત હતો એટલો ખતરનાક કે જોઇને જ આવી જશે ચક્કર, જાણો હવે 1000 કરોડની પ્રોપર્ટી કોણ લઇ જશે?

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયર મિસ્ત્રીનું નિધન થયું છે. આ અંગે પાલઘર જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ એક્સિડેન્ટ પછી સાયરસ મિસ્ત્રીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માત કેટલો ભયાનક હતો તે એ ઘટનાસ્થળનો વીડિયો જોઈને ખબર પડે છે. કેટલાક અહેવાલ મુજબ તેઓ અમદાવાદથી મુંબઈ કાર દ્વારા જઈ રહ્યા હતા ત્યારે આજે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી છે. પાલઘરના પોલિસ અધીક્ષક બાલાસાહેબે જણાવ્યું કે, ‘મિસ્ત્રી જે કારમાં સવાર હતા તેનો નંબર MH-47-AB-6705 હતો.

આ અસ્માત બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ મુંબઈ હાઈવે પર સૂર્ય નદીના પુલ પર થયો હતો. આ ઘટનામાં સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.’

સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.

સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રેસિડેન્ટ પાલોનજી મિસ્ત્રીના નાના દીકરા હતા. સાયરસે મુંબઈના કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાંથી શરુઆતનો અભ્યાસની શરુઆત કરી હતી. જે બાદ તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ લંડનથી કર્યો હતો. જે બાદ તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી પણ કરી હતી.

જે બાદ 1991માં સાયરસે પોતાનો ફેમિલી બિઝનેસ પણ જોઈન કર્યો હતો. તેમને 1994માં શાપૂરજી પાલોનજી ગ્રુપના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા બંદરનું નિર્માણ કર્યું હતું. પાલોનજી ગ્રુપનો કારોબાર રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલ છે.

પંડોલે પરિવારના મિસ્ત્રી પરિવાર સાથે કૌટુંબિક સંબંધ છે. બંને પરિવાર એકબીજાની નજીક છે. પંડોલે પરિવાર એક અત્યંત સંપન્ન પરિવાર છે. પરિવાર પાસે ડ્યૂક નામની એક સોફ્ટ ડ્રિંક કંપનીનો માલિકી હક પણ રહેતો હતો. જેને પરિવારે લગભગ વીસ વર્ષ પહેલા પેપ્સીને વેચી દીધો. ડો. અનાહિતા પંડોલેના પતિ ડેરિયસ જેએસ ફાઈનાન્શિયલ પ્રાઈવેટ ઈક્વિટીના એમડી અને સીઈઓ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.