કસ્ટડીમાં લીધેલા આરોપીને માત્ર પાંચ સેકંડમાં આંબી ગયું મોત, લોકઅપમાં મોતનો LIVE વિડિઓ જોઈને ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

હાલ એક ખુબ જ ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કટિહાર (Katihar)માં દારૂની દાણચોરીના આરોપમાં પોલીસે પ્રમોદને કસ્ટડીમાં લીધો હતો. જેમાં પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

પોલીસ મારને કારણે તેનું મોત થયાના આરોપ લાગ્યા છે. પોલીસ કસ્ટડીમાં લોકઅપની અંદર બેઠેલા પ્રમોદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગત શુક્રવારની રાત્રે પ્રાણપુર પોલીસે બૂટલેગર પ્રમોદ અને તેના સાથીની ધરપકડ કરી હતી. ત્યારે ધરપકડના બીજા જ દિવસે પ્રમોદનું કસ્ટડીમાં મોત નીપજ્યું હતું.

મોત બાદ સ્થાનિક અને પરિવારજનોએ પ્રાણપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ પ્રાણપુર પોલીસ સ્ટેશનમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં પ્રમોદ તેના એક સાથી સાથે વાત કરતો જોવા મળે છે. થોડા સમય પછી તે અચાનક પડી જાય છે અને તે મૃત્યુ પામે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

લોકઅપમાં હાર્ટએટેક આવ્યાની આશંકા કરવામાં આવી રહી છે. જેને પગલે એસપી જિતેન્દ્ર કુમારે તાત્કાલિક કાર્યવાહી કરી SITની રચના કરી અને CCTVની તપાસ કરવાના આદેશ આપ્યા. હાલ SIT સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ પછી મોતનું સાચું કારણ બહાર આવી શકશે

આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોની ભીડ પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી. હંગામા દરમિયાન પોલીસ પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો અને પથ્થરમારામાં પોલીસ સ્ટેશનના વડા સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

જેમાં દાંડખોરા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ શૈલેશ કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તે દરમિયાન લોકોએ તેમની સર્વિસ રિવોલ્વર પણ છીનવી લીધી. પોલીસકર્મચારીઓમાં ASI રોહિત કુમાર, રાજેશ પાસવાન, સુદીપ કુમાર, પોલીસ અધિકારી એઝાઝ, રિઝવાન, સંતોષ સુમન, ઘાયલ થયા.

ધાયલ થયા હોવાને કારણે તેમને સારવાર અર્થે સદર હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ હાલત વધુ ગંભીર થતાં પૂર્ણીયમાં મોકલવામાં આવ્યા. આ સિવાય પ્રાણપુર પોલીસે 61 લોકોનાં નામ અને 100થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ ઘટનાને લઈને ગ્રામજનો એટલી હદે રોષે ભરાયેલા હતા કે કોઈ વ્યક્તિ કે પત્રકાર મોબાઈલ પર વાત કરતા જણાય તો મોબાઈલ લઈને તોડી નાખતા હતા.

તેમજ તેઓએ ફોર વ્હીલરની તોડફોડ કરી અને ટુ વ્હીલર પલટી નાખ્યાં હતા. આ સિવાય સ્વિચ બોર્ડ પણ તોડ્યું અને પોલીસ સ્ટેશનમાં રાખેલા દસ્તાવેજો પણ ફેંકી દીધા. ત્યારે આ અંગે પ્રાણપુર ધારાસભ્ય નિશા સિંહ સદર હોસ્પિટલ પહોંચી સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ દારૂ સાથે પકડાઈ જાય તો પણ પોલીસને કોણે હક આપ્યો કે તેની સાથે મારપીટ કરે. પોલીસ મારથી તેનું મોત થયું. મૃતકનાં નાનાં બાળકોનું ભરણપોષણ કોણ કરશે. તેમજ મૃતકના પરિજનોએ મૃતકની લાશ બતાવતાં જણાવ્યું હતું કે, પીઠના ભાગે ઈજાનાં અનેક નિશાન હતાં. તેથી સ્પષ્ટ છે કે તે યુવક સાથે ઘણી મારપીટ થઈ છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.