જુઓ કેપ્ટન કુલ ની ગર્લ ફ્રેન્ડ / સાક્ષી પહેલા આ અભિનેત્રી ધોની પર હતી ફીદા, બન્નેના અફેર્સની થઈ હતી ચર્ચા, PHOTO જોઈને ચક્કર ખાઈ જશો

સ્પોર્ટ્સ બોલિવૂડ

સાઉથની એક્ટ્રેસ રાય લક્ષ્મી (Raai Laxmi) સાથે ધોનીનું નામ બોલાતું હતું. આ બાબતમાં દર વખતની જેમ આ વખતે પણ ધોનીએ કઈ કીધુ ના હતું રાય લક્ષ્મીએ જાતે જ જણાવ્યું હતું. રાય લક્ષ્મી અને મહેન્દ્રસિંહ ધોનીની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં રહી છે. બન્નેની મુલાકાત 2008ની IPL દરમિયાન થઈ હતી.

સાક્ષી સાથે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના લગ્ન પહેલા સાઉથ ઈન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ રાયલ લક્ષ્મી (Raai Laxmi) સાથે ધોનીના અફેરની ચર્ચા હતી. મહેન્દ્રસિંહ ધોનીની રમત સિવાય તેમના ઈશ્કની પણ ખૂબ ચર્ચાઓ થઈ. સાઉથ ઈન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ રાયલ લક્ષ્મી (Raai Laxmi) સાથે પણ ધોનીના નામની ચર્ચાઓ થઈ હતી. 2008ની IPL દરમિયાન બન્નેના પ્રેમની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાર બાદ તેમના બ્રેક અપની ચર્ચા થઈ હતી.

સાક્ષી પહેલા આ એક્ટ્રેસને ગમતો હતો ધોની
દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાય લક્ષ્મીનું નામ ફેમસ છે. જો કે, હિન્દી દર્શકો તેને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે જ ઓળખે છે. રાય લક્ષ્મી 2008માં IPLની પહેલી સીઝનમાં ટીમ ચેન્નાઈની સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. આ દરમિયાન તેની મુલાકાત ઘોની સાથે થઈ હતી. ધોની આ ટીમના કેપ્ટન હતા અહીંથી બન્નેના પ્રેમની કહાની શરૂ થઈ હતી. આ દિવસોમાં ધોની અને રાય લક્ષ્મીના પ્રેમની ચર્ચાઓ ચાલતી હતી જો કે ઝડપથી જ બન્નેનું બ્રેક થઈ ગયું.

અફેર સુધીની ચાલી ચર્ચા
આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે રાય લક્ષ્મી અને ધોનીના અલગ થવાનું કારણ શું હતું. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ધોની સાથેનો સંબંધ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. રાય લક્ષ્મી એ પણ કહી ચૂકી છે કે હવે એ વાતને ઘણાં વર્ષો થઈ ગયા છે. હવે લોકોએ આ વિશે ચર્ચા કરવાની બંધ કરી દેવી જોઈએ. ધોનીના લગ્ન થઈ ગયા છે અને તેને એક પુત્રી પણ છે. રાય લક્ષ્મીનો જન્મ મે 1989માં કર્ણાટકમાં થયો હતો. તેને પોતાના અભિનયના કરિયરની શરૂઆત 2005માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘Karka Kasadara’ થી કરી હતી.

સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે રાય લક્ષ્મી
રાય લક્ષ્મીને 2016માં રિલીઝ થયેલી સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘અકીરા’ માં માયાના રોલમાં જોવા મળી હતી. આ પછી હિન્દી સિનેમામાં તે ફિલ્મ ‘જૂલી2’ અને ‘ઓફિસર અરજુનસિંહ IPS બેન્ચ 2000’ માં પણ જોવા મળી હતી. રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેના ફોટોસ હંમેશા ફેન્સને દિવાના બનાવી દે છે. વર્ષ 2010 માં મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધા હતા. ધોનીની એક પુત્રી છે તેનું નામ જીવા છે.

એક્ટ્રેસે ધોની અંગે કર્યા હતા મોટા ખુલાસા
ધોનીના લગ્ન પછી રાય લક્ષ્મીએ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ ન હતો બન્ને સારા મિત્ર હતા. અને એક બીજાને ક્યારેય ડેટ કર્યું ન હતું. જ્યારે 2016માં મહેન્દ્રસિંહની બાયોપિક ફિલ્મ ‘એમ એસ ધોની: દ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઈ હતી ત્યારે આ અંગે લક્ષ્મીએ કહ્યું હતું કે, લોકો કારણ વગર મારા ભૂતકાળ અંગે વાત કરે છે. હું અને ધોની બન્ને ઘણા આગળ જતા રહ્યા છીએ.

એક વર્ષ કરતા પણ ઓછો સમય સાથે રહ્યા
લક્ષ્મીએ જણાવ્યું કે, ‘ધોની ટીમનો ભાગ હતા તે માટે લગભગ એક વર્ષથી ઓછા સમય માટે સાથે રહ્યા’ લક્ષ્મીએ કહ્યું અમે એક બીજા સાથે ક્યારેય કોઈ પ્રકારનું કોઈ કમિટમેન્ટ નથી કર્યું અમે લગ્ન વિશે પણ વિચાર્યું ન હતું. લક્ષ્મીએ કહ્યું તે ધોનીને ખૂબ સારી રીતે ઓળખે છે પરંતુ તેને તે કોઈ સબંધનું નામ નથી આપી શકતી. લક્ષ્મીએ જણાવ્યું કે હજુ પણ અમે બન્ને બન્નેની ઈજ્જત કરીએ છીએ. અમારી કહાનીતો ત્યાં જ પૂર્ણ થઈ ગઈ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.