છૂટાછેડા થતા જ આમિર ખાનને આ અભિનેત્રીએ આપી ખુલ્લી ઓફર ‘હું હજુ કુંવારી છું, જો તમે…’

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે. કપલનો આ નિર્ણય સાંભળીને ફેન્સમાં હાહાકાર મચી ગયો છે. હવે બધાની સાથે સાથે રાખી સાવંતે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી છે.

રાખી સાવંતને પૈપરાઝીએ તેમના કેમેરામાં કેદ કરી લીધી અને તેણે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા વિશે માહિતી આપી હતી. પહેલા તો રાખી સાવંત આ વાત પર વિશ્વાસ ના કરી શકી પરંતુ પાછળથી તેણે પોતાની સ્ટાઈલમાં જ પ્રતિક્રિયા આપી. રાખી સાવંતે કહ્યું કે જ્યારે પણ કોઈ છૂટા પડે છે ત્યારે હું ખુબ દુખી થાઉ છું. તેમણે કહ્યું કે તેને માનવામાં નથી આવતું કે આમિર ખાન અને કિરણ રાવ અલગ થઈ ગયા છે.

રાખી સાવંતે વધુમાં કહ્યું કે, તેમણે આમિર ખાનને એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાખીને એ ગમ્યું નહીં કે તેણે પહેલી પત્નીને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. રાખી સાવંતે કહ્યું કે- મને લાગે છે કે આમિર ખાને તેની વાત ગંભીરતાથી લઈ લીધી. પછી રાખીએ મજાકમાં કહ્યું, ‘મારા લગ્ન નથી થઈ રહ્યાં અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. આમિર જી હવે હું કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.

ઉલ્લેખનીય છે કે 56 વર્ષીય આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આમિરે આ પહેલા વર્ષ 1986માં રીના દત્તા સાથે તેના લગ્ન કર્યા હતા. આમિર ખાન અને રીના દત્તાના જુનાદ અને આઈરા ખાન નામના બે સંતાનો છે. વર્ષ 2002માં આમિર ખાન અને રીના દત્તાના છૂટાછેડા થયા હતા.

Leave a Reply

Your email address will not be published.