પશ્ચિમ બંગાળના આસનસોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાની જ પત્નીને ઘરમાં જ જીવતી સળગાવી દીધી. દુર્ગધ આવવા પર જ્યારે પાડોશીઓએ તેને પૂછ્યું કે શું સળગી રહ્યું છે, તો પતિએ કહ્યું, માંસને રાંધી રહ્યો છું. પાડોશીઓને શંકા જતાં તેમણે ઘરે જઈને જોયું તો તેમને ભારે આઘાત લાગ્યો હતો.
લોકોએ લાશને સળગતી જોઈ
પોલીસના જણાવ્યા અનુસાર, આસનસોલના જામુરિયાના નિધા ક્ષેત્રની રહેનારી કંચન નોનિયાના લગ્ન 2015માં કોલિયરીના રહેવાસી સુધીર નોનિયા સાથે થયા હતા. ગુરુવારે પાડોશીઓને સુધીરના ઘરમાં કંઈક સળગતું દેખાયું હતું.
ધુમાડા અને દુર્ગધ વિશે પૂછવામાં આવ્યું તો સુધીરે જણાવ્યું હતું કે ઘરમાં તે માંસને રાંધી રહ્યો છે. જોકે જ્યારે પાડોશીઓ ઘરની અંદર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે કંચનના શરીરને સળગાવી રહ્યો હતો. કેટલાક લોકોએ કંચન સળગતી હોય એવાં દ્રશ્યોનો વીડિયો પણ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. આ ઘટનામાં કંચનનું મૃત્યુ ઘટનાસ્થળે જ થયું હતું. DCP ડો.કુલદીપે જણાવ્યું કે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરિવારના સભ્યોએ કહ્યું- દહેજ માટે છોકરીને મારી નાખી
કંચનના પરિવારના જણાવ્યા મુજબ, સુધીરે લગ્ન દરમિયાન 3 લાખ રૂપિયાનું દહેજ લીધું હતું. સુધીર અને તેના પરિવારે કંચન પર દહેજ લાવવાનું દબાણ કર્યું હતું. તેને 20,000 હજાર રૂપિયાનું બ્લેઝર જોઈતું હતું. આ વાત છોકરીએ જણાવી હતી. તેણે કહ્યું હતું કે જો પૈસા ન આપ્યા તો સાસરિયાંની હત્યા કરી નાખીશ. આ વાત સાચી સાબિત થઈ. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે કંચનના પતિ સુધીર, સસરા ગુલાબ નોનિયા, સાસુ મૈના દેવી અને તેમના જમાઈ અર્જુન નોનિયાની ધરપકડ કરી લીધી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/11/79-hevan-pati-prithvy_1644591581/mp4/v360.mp4 )
એમ કહેવાઈ રહ્યું છે કે મહિલાનો પતિ બેરોજગાર હતો. છોકરાના પિતા કોલસાની ખાણમાં મજૂરી કરે છે. પોલીસ પૂછપરછમાં સુધીર કઈ જ કહ્યું નહિ. વારંવાર તે એક જ વાત કહી રહ્યો છે કે ઘટના કઈ રીતે ઘટી, તેની તેને માહિતી નથી. પોલીસ તેને પાડોશીઓને કરેલા દાવાઓ અંગે પણ પૂછી રહી છે. જોકે યુવક કંઈ કહેતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!