મુંબઈની મોડેલે ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું / બલાની સુંદર અને કામણગારી મોડલે ગ્રામપંચાયતની ચૂંટણીમા ઝંપલાવ્યું, જુઓ બિગબી-શાહરૂખ સાથે એડમાં પણ કામ કર્યું છે : PHOTOS

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયત (gujarat election) ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ (glamour) બની છે. મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે (Aeshra Patel) દાવેદારી કરી છે.

સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંદ પદ માટે ઉમેદવારી કરી છે. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે.

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.

ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.

છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર-ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યારસુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

તેણે આ ચૂંટણી માટે કેમ ઝંપલાવ્યું એ અંગે જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ. નોંધનીય છે કે એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.

 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.