EU રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગી લેવરોવની યુરોપ સ્થિત સંપત્તિ ફ્રીઝ કરશે
યુદ્ધના ત્રીજા દિવસે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. આ પહેલા રશિયાએ મેલિટોપોલ શહેર પર હુમલો કરીને તેના પર કબજો કર્યો હતો. આ દરમિયાન યુક્રેને 3,500 રશિયન સૈનિકો, 02 ટેન્ક, 14 એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટરને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે, આ તરફ પરિસ્થિતિને જોતા અમેરિકાએ યુક્રેનને રશિયા સામે લડવા માટે 600 મિલિયન ડોરલની સુરક્ષા સહાય આપવાની જાહેરાત કરી છે.
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. શનિવારે રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
️Another Video of the hitted building in Kiev by a Russian missile!#Russia #Ukraine pic.twitter.com/hryI9ZE0m3
— Russia vs. Ukraine Updates🗞️ (@24_World_News) February 26, 2022
યુક્રેન સરહદ નજીક અમેરિકાના 3 વિમાનો જોવા મળ્યા
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન એરક્રાફ્ટ યુક્રેન સરહદ નજીક રોમાનિયા એરસ્પેસમાં જોવા મળ્યા છે. આ ત્રણેય વિમાન 3 કલાકથી ઉડાન ભરી રહ્યા છે. આમાંથી એક વિમાન ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યું છે. જ્યારે 2 મિડ એર રિફ્યુઅલિંગ ટેન્કર છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાએ રશિયન હુમલાનીની નિંદા કરતા રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર પ્રતિબંધ લગાવવાની વાત કહીં. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લીંડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે, રશિયા દ્વારા કરાયેલો હુમલો બેશરમ ભર્યુ પગલુ છે. તે આપણી આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે ખતરો છે.જ્યારે બ્રિટને આરોપ લગાવ્યો કે રશીયને ટેન્ક સામાન્ય જનતાને કચડી રહી છેતો ભારતે અત્યંત તટસ્થ વલણ અપનાવતા તમામ વિવાદિત મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પર ભાર મુક્યો હતો.
🔴#BREAKING
Russian attack on Kiev, the capital of Ukraine.#BREAKING #Russia #Russian #RussianArmy #RussiaUkraineConflict pic.twitter.com/NEpvCe5Eam— SM Ali Abbas Bukhari (@smalinaqvi05) February 26, 2022
મહત્વપૂર્ણ અપડેટ્સ…
- યુક્રેનને મદદ કરવા માટે નેધરલેન્ડ 200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ મોકલશે.
- પોલેન્ડ, લિથુઆનિયા અને જર્મની આજે રશિયા પર પ્રતિબંધો લાદવા અંગે ચર્ચા કરશે.
- રશિયા સામે લડવા માટે અમેરિકા યુક્રેનને 600 મિલિયન ડોલરની મદદ કરશે. જે અંર્ગત યુક્રનને ઘાતક સંરક્ષણ શસ્ત્ર આપવામાં આવશે.
- યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન એરક્રાફ્ટ યુક્રેન સરહદ નજીક રોમાનિયા એરસ્પેસમાં જોવા મળ્યા છે.
- રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. જો યુક્રેનિયન સેના આત્મસમર્પણ કરે તો મોસ્કો વાટાઘાટો કરવા તૈયાર છે.
- યુક્રેનનો દાવો છે કે તેણે રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ પ્લેનમાં 150 રશિયન પેરાટ્રૂપર્સ સવાર હતા. કેટલા માર્યા ગયા અને કેટલા બચ્યા, તે બાબતની માહિતી મળી નથી.
- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સૈનિકો આજે રાત્રે રાજધાની કિવ પર હુમલો કરશે. તેમણે નાગરિકોને યુદ્ધમાં ઝંપલાવવાની અપીલ કરી હતી.
- અમેરિકાએ યુક્રેન જનારા નાગરિકો માટે લેવલ-4ની ચેતવણી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં નાગરિકોને સંવેદનશીલ સ્થળોએ ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
- બ્રિટને પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લીવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે.
- ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો સહાય અને લશ્કરી સાધનો મોકલવાની ઓફર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!