કૌભાંડ પે કૌભાંડ / દેશના ઇતિહાસનું સૌથી મોટું બેંક કૌભાંડ, વિજય માલ્યા અને નીરવ મોદી કરતા પણ મોટું કૌભાંડ, જુઓ CBIએ કરી દાખલ કરી ફરિયાદ, જાણો દેશના ઇતિહાસનો સૌથી મોટા ગોટાળા વિષે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા ગુજરાત

દેશના બેંકિંગ ઇતિહાસનો સૌથી મોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. હવે આ કેસમાં સીબીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ABG શિપયાર્ડની વિરુદ્ધ આ કેસ દાખલ કરાયો છે. આરોપ છે કે આશરે 22 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, ABG શિપયાર્ડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ 28 બેંકોની સાથે 22,842 કરોડ રૂપિયાના ગોટાળો કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે. કંપની જહાજ નિર્માણ અને જહાજના સમારકામ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેનું શિપયાર્ડ દહેજ તથા સુરતમાં આવેલું છે.

એબીજી શિપયાર્ડ અને તેના નિર્દેશકો પર કથિત રીતે 28 બેંકો પાસેથી 22,842 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. કેન્દ્રીય તપાસ પંચનું કહેવું છે કે, એબીજી શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર્સ ઋષી અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકો પાસેથી 22 હજાર કરોડ રૂપિયાથી વધારે નાણાનો ગોટાળો આચર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ અનુસાર કંપનીએ તેની પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે ICICI પાસેથી 7089 કરોડ, IDBI પાસેથી 3634 કરોડ, બેંક ઓફ બરોડા પાસેથી 1614 કરોડ, પીએનબી પાસેથી 1244 કરોડ અને IOB પાસેથી 1228 કરોડ રૂપિયાની રકમ બાકી છે.

સીબીઆઇ આ મામલે હવે આગળની તપાસ શરૂ કરી છે. તમામ સંબંધિત દસ્તવેજોને શોધવામાં આવી રહ્યા છે. તેની પહેલા હીરા વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકની સાથે 14 હજાર કરોડ રૂપિયાનો ગોટાળાનો કેસ ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. નીરવ મોદીની દેશ અને વિદેશમાં ખુબ જ સંપત્તીઓ જપ્ત પણ કરવામાં આવી ચુકી છે. તેને લંડનથી પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તો વિજય માલ્યા પર પણ 9 હજાર કરોડ રૂપિયાના બેંક ગોટાળાને કેસ પણ અવાર નવાર સમાચોર સામે આવતા રહે છે.

કંપનીના તત્કાલિન સીએમડી રિશિ અગ્રવાલની સાથે સાથે તત્કાલિન એક્જિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશિલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના નામો પણ એફઆઈઆરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.2012-17ના સમયગાળા દરમિયાન આ કેસના આરોપીઓએ એકસાથે મળીને ફંડને બીજે વાપરવાથી લઈને નાણાનો ગેરઉપયોગ અને વિશ્વાસભંગ સહિતનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે.

અહેવાલ મુજબ 28 જેટલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ કથિત કૌભાંડનો ભોગ બની છે. સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ જે હતુ માટે આપવામાં આવ્યું હતું તેના કરતાં અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી છે. બેંકનું કહેવું છે કે, કંપની પર રૂ. 2,925 કરોડનું દેવું છે. અન્ય બેંકોમાં ICICI બેંક (રૂ. 7,089 કરોડ), IDBI બેંક (રૂ. 3,634 કરોડ), બેંક ઓફ બરોડા (રૂ. 1,614 કરોડ), PNB (રૂ. 1,244 કરોડ અને IOB (રૂ. 1,228 કરોડ)નો સમાવેશ થાય છે.

સુરત દહેજમાં કંપનીના યાર્ડ
“મેસર્સ અર્ન્સ્ટ એન્ડ યંગ એલપી દ્વારા એપ્રિલ 2012 થી જુલાઈ 2017ના સમયગાળા માટે 18.01.2019 ના રોજ સબમિટ કરાયેલ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ સાથે મળીને ભંડોળના નાણાનો ગેરઉપયોગ કરીને ગુનાહિત ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે.બેંક દ્વારા જે હેતુ માટે ભંડોળ બહાર પાડવામાં આવે છે, તે હેતુ સિવાયના અન્ય હેતુઓ માટે નાણાનો ઉપયોગ થયાનું એફઆઈઆરમાં નોધાયું છે. મહત્વપૂર્ણ છે કે, એબીજી શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ અને સમારકામ માટે જાણીતું છે. તે ગુજરાતના સુરત અને દહેજમાં તેના યાર્ડ ધરાવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.