UP લખીમપુર કાંડમાં સૌથી મોટો ઘાટસ્ફોટ / અકસ્માત હતું કે કાવતરું?, જુઓ ખેડૂતોની હત્યા મામલે કોર્ટે ભાજપના નેતાના પુત્ર સામે આપ્યા આ મોટા આદેશ 

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુરમાં થયેલી હિંસા(Lakhimpur Violence) ના મામલે એસઆઈટીએ મોટો ખુલાસો (SIT Big Disclosure) કર્યો છે. એસઆઈટી (SIT) ના રિપોર્ટ મુજબ, લખીમપુર હિંસા સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરાઈ હતી. આ કોઈ દુર્ઘટના નહતી. આ હત્યાના સમજી વિચારીને રચાયેલા ષડયંત્ર સંલગ્ન મામલો છે. અત્રે જણાવવાનું કે હવે લખીમપુર હિંસા કેસમાં દુર્ઘટનાની કલમ હટાવીને અન્ય કલમો લગાવવામાં આવી છે. આઈપીસીની કલમ 120બી, 307, 34 અને 326 વધારવામાં આવી છે. 3 ઓક્ટોબરના રોજ લખીમપુરના તિકુનિયામાં થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા.

લખીમપુર હિંસા પર ગૃહ રાજ્યમંત્રીએ કર્યો હતો આ દાવો
લખીમપુર હિંસા મામમલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) ના પુત્ર આશીષ મિશ્રા આરોપી છે. તે હાલ જેલમાં બંધ છે. પોલીસની પૂછપર બાદ તેની ધરપકડ થઈ હતી. બીજી બાજુ અજય મિશ્રા ટેનીએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર આશીષ મિશ્રા ઘટનાસ્થળે હાજર નહતો. તે ઘટનાસ્થળથી દૂર હતો.

SIT એ સીજેએમ કોર્ટમાં આપ્યો પ્રાર્થના પત્ર
નોંધનીય છે કે લખીમપુર હિંસા મામલે એસઆઈટી અને યુપી સરકારના આયોગ બંનેની તપાસ ચાલુ છે. હજુ બંનેનો ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે. એસઆઈટી તરફથી સીજેએમ કોર્ટમાં એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે. જેમાં કલમો બદલવા જણાવાયું છે કારણ કે આ વારદાતને મારી નાખવાની નિયતથી અંજામ અપાયો હતો. આ ઘટના સુનિયોજિત રીતે કરવામાં આવી. હાલ સમગ્ર રિપોર્ટ જ્યારે કોર્ટમાં સબમિટ થશે ત્યારે તસવીર સ્પષ્ટ થશે.

લખીમપુર હિંસા પર રાજકારણ
લખીમપુર હિંસા અંગે ખુબ રાજકારણ રમાયું. વિપક્ષ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનું રાજીનામું માંગી રહ્યો છે. લખીમપુર હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ મામલે યુપી સરકારે સોગંદનામું પણ દાખલ કરવું પડ્યું હતું.

અત્રે જણાવવાનું કે લખીમપુર હિંસાના બે પહેલું છે. એક મામલો ખેડૂત પ્રદર્શનકારીઓના ભાજપ કાર્યકરો પર હુમલાનો છે અને બીજો કેસ જીપથી ખેડૂત આંદોલનકારીઓને કચડવાનો છે. બંને મામલાની તપાસ થઈ રહી છે. લખીમપુર હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ડ્રાઈવરની હત્યા કરી દેવાઈ હતી. કલમ 307 હેઠળ કઈ સજા થાય છે
હત્યાના પ્રયાસ કરનારા આરોપીઓ સામે આઈપીસીની કલમ 307માં દોષિત જાહેર થતાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા કેસમાં દોષિતને 10 વર્ષ સુધીની સજા અને દંડ બંને
થઈ શકે છે. જે વ્યક્તિની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, જો તેને ગંભીર ઇજા થાય છે તો દોષિતને ઉમરકેદ સુધીની પણ સજા થઈ શકે છે.

મંત્રી પુત્રને મળવા ગયા હોવાની વાત પણ સામે આવી
મોનુના પિતા અજય મિશ્રાને જેવી પુત્ર પર લગાવાયેલી કલમો વિશે જાણાકરી મળી તેઓ બપોરે 12 વાગ્યે જેલ પહોંચ્યા હતા. તેમણે પુત્રને સાંત્વના આપી હતી. આ દરમિયાન તેઓ મીડિયાના સવાલોથી બચતા નજરે પડ્યા. મોનુ સહિત તમામ 14 ઓરોપીઓએ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

બિનઈરાદા પૂર્વકની હત્યાના સ્થાને હત્યાની કલમ જોડાશે
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રા મોનુ સહિત 14 આરોપી વિરૂદ્ધ પહેલા કલમ 279, 338, 304-A અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. તેવામાં તપાસ પછી SITએ આને સમજી-વિચારી ષડયંત્ર ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પરિણામે તપાસ એજન્સીએ કલમ 307, 326, 302, 34, 120B, 147, 148, 149, 3/25/30 અંતર્ગત કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ત્રણ વખત સુનાવણી કરી છે
લખીમપુર હિંસા કેસને સુપ્રીમ કોર્ટે પણ ધ્યાનમાં લીધો હતો. ઓક્ટોબરથી ત્રણ વખત સુનાવણી પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે SITને તેની ધીમી તપાસ માટે ઠપકો પણ આપ્યો હતો. હવે SITએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ દાખલ કરવાનો છે.લખીમપુરમાં 3 ઓકટોબરના રોજ થઈ હતી હિંસા

લખીમપુરમાં 3 ઓકટોબર (રવિવાર)ના રોજ ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક વાહને ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ હિંસા ભડકી ઉઠી હતી. હિંસા દરમિયાન એક પત્રકાર સહિત 4 અન્ય લોકોના પણ મોત થયા હતા. આ મામલે આશિષ મિશ્રા સહિત 14 લોકોની સામે હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.