ટ્રકનું દોરડું ગળામાં ફસાઈ જતાં બાઇકસવાર નીચે પટકાયો, પછી બસ આધેડ ઉપરથી પસાર થઈ ગઈ, અકસ્માતનો વિડિઓ જોઈને તમારા રુવાડા ઉભા થઇ જશે : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

તમિલનાડુ અને મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં બે એવા માર્ગ અકસ્માત થયા જેણે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનાઓના CCTV ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે. પ્રથમ ફૂટેજમાં એક બાઈક સવાર ટ્રકના દોરડામાં ફસાઈને નીચે પડતા જોઈ શકાય છે. ત્યાં બીજા ફૂટેજમાં એક આધેડ વ્યક્તિ બસની નીચે આવીને પણ જીવિત નજરે પડે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ચાલો જણાવીએ કે આ ઘટનાઓ કેવી રીતે બની. તામિલનાડુના થુથુકુડીના વિસ્તારનો રહેવાસી મુથુ તેની બાઇક પર કામ કરવા જઈ રહ્યો હતો. જ્યારે તે અરલથી આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકમાંથી દોરડાના કારણે તેનું ગળું ફસાઈ ગયું હતું. દોરડું એવી રીતે ગુંચવાઈ ગયું કે મુથુ બાઇક પરથી દૂર જમીન પર પડી ગયો. ( વિડિઓ નીચે આપેલો છે )

તેને જમીન પર પડતો જોઈ આસપાસના લોકોએ તરત જ મુથુની મદદ કરી. લગભગ બે મિનિટ પછી મુથુને ભાન આવ્યો. આ ઘટના અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને કંઈ ખબર નથી. મુંબઈના પવઈમાં એક આધેડ વ્યક્તિ અકસ્માતમાં બચી ગયો. (વિડિઓ નીચે આપેલો છે )

રોડ ક્રોસ કરતી વખતે તે બસ સાથે અથડાયો હતો. બસ તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. એ સમયે લોકો તેની પાસે દોડી આવ્યા હતા અને બસના ચાલકને બસ રોકાવી હતી. લોકો ડ્રાઈવર પર બૂમો પાડવા લાગ્યા. આધેડને બસની ટક્કર લાગી તેમજ તે ઉભો થઈને ડ્રાઈવર પાસે આવીને અપશબ્દો બોલવા લાગ્યો. બનાવ અંગે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી. જોકે, પોલીસ અધિકારીએ વાઇરલ થયેલા CCTV વીડિયોની પુષ્ટિ કરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/12/15/80-tamilnadu-accident-bikenirali-monik_1671113216/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *