રાજસ્થાનના જયપુરમાં ટ્રાફિક સિગ્નલ પરનો એક ચોંકાવનારો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં ડ્રાઈવર એક ડિલીવરી બોય પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોકે દારૂના નશામાં કાર ડ્રાઈવરને ખ્યાલ જ ન આવ્યો કે તે શું કરી રહ્યો છે. ( હચમચાવી દે તેવો વિડિઓ નીચે આપેલો છે )
મામલો જયપુરના આરટીઓ ચાર રસ્તાનો છે. ઘટનાના લગભગ 20 દિવસ પહેલાની હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે તેનો વીડિયો હવે બહાર આવ્યો છે. નશામાં ડૂબેલા ડ્રાઈવરે ટક્કર મારતા બાઈકને ટ્રકમાં ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બાઈક પર જઈ રહેલા યુવકે બચવાની કોશિશમાં કારની છત પકડી તો આરોપી બાઈક પર કાર ચઢાવીને ફરાર થઈ ગયો.
આ ઘટના પહેલા તેણે બીજા બે બાઈક્સને પણ આ જ રીતે ટક્કર મારી હતી. તે પછીથી તે ઝડપથી કાર ચલાવીને જઈ રહ્યો હતો. તેણે બે જ કિલામીટરમાં ત્રણ બાઈક સવારોને કચડી નાંખવાની કોશિશ કરી હતી. ઘટનામાં બે યુવક ઘાયલ થયા છે.
બજાજ નગર પોલીસ સ્ટેશનમાં કરૌલી નિવાસી સતીશે 4 જૂને ફરિયાદ નોંધાવી હતી. કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહેલા સતીશના જણાવ્યા મુજબ 3 જૂને તે લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. લગભગ રાતે 10.30 વાગ્યે તે પોતાના મિત્ર વિનોદની સાથે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન તે કિસાન માર્ગ પર પાણી પીવા માટે રોકાયો હતો.
ત્યારે સ્પીડમાં આવી રહેલી એક કારે રોડ પર ઉભેલી બાઈકને ટક્કર મારી હતી. પછીથી બંને મિત્રોએ પોતાની બાઈક પર કારનો પીછો કર્યો હતો. પકડાઈ ગયા પછી દારૂના નશામાં ડૂબેલા કાર ચાલકે પોતાના મિત્રોને બોલાવ્યા હતા. પછીથી તે ત્યાંથી કાર લઈને નીકળી ગયો હતો.
પછીથી બાઈક સવારને પાછળ આવતા જોઈને કાર ચાલકે સ્પીડ વધારી દીધી હતી. ભાસ્કર પુલિયાની નીચે કાર સવારે વિનોદની બાઈકને ટક્કર મારી હતી. ટક્કરના કારણે બાઈક સહિત વિનોદ રોડ પર પડ્યો હતો. ઈજાને પગલે તે ઘાયલ થઈ ગયો હતો. તે પછી પણ આ બંને વિદ્યાર્થીઓએ હિંમ્મત ન હારી અને તેનો ફરીથી પીછો કરવાનું શરૂ કર્યું.
આરટીઓ ચાર રસ્તા પર રેડ લાઈટ હોવાના કારણે કારને ઉભા રહેવાની ફરજ પડી હતી. બાઈક ચાલકોને પોતાની તરફ આવતા જોઈને કાર ચાલકે ટ્રક અને કારની વચ્ચે બાઈક લઈને ઉભેલા ફુડ ડિલવરી બોય પીતમ ગૌડ(27) નિવાસી, સવાઈ મધોપુરને ટક્કર મારી હતી. કારની ટક્કરથી તેણે બાઈકને ટ્રક તરફ ધકેલવાની કોશિશ કરી હતી.
ટ્રકના ટાયરની નીચે ન આવી જવાય તે માટે પીતમે કારની છત પર ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. તે પછી કાર ચાલકે રોડ પર પડેલી બાઈક પર કાર ચઢાવી દીધી હતી. ડિલિવરી બોયને રોડ પર પાડીને ભાગી નીકળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કારનો નંબર સીકરનો છે, જે નંદ કિશોર ડારાના નામથી રજિસ્ટર્ડ છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/06/24/71_1656069298/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!