હાલ લગ્નનો માહોલ ધામધૂમથી જામ્યો છે, ઘણા લોકો આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ઘણા લગ્નો એવા પણ હોય છે જેની ખબરો પણ ચર્ચામાં આવતી હોય છે, ઘણા લગ્નોની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન રહી જાય છે.
હાલ એવા જ એક લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં સાત સમુંદર પારથી આવેલી એક કન્યા સાડી પહેરી અને લગ્નના મંડપમાં બેઠેલી જોવા મળી રહી છે અને તે એક દેશી યુવક સાથે લગ્ન કરી રહી છે. ઇન્ટરનેટ ઉપર આ તસવીરો વાયરલ થતા જ લોકો પણ આ કપલ વિશે જાણવા માંગતા હતા.
આ મામલો સામે આવ્યો છે આંધ્ર પ્રદેશના ગુંટુરમાંથી. જ્યાં એક તુર્કી મહિલાએ ગત મંગળવારના રોજ પર્મપરિક સમારંભમાં એક ગુંટુરના જ એક યુવક સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ વર-કન્યાને પરિવારજનો અને સંબંધીઓએ આશીર્વાદ પણ આપ્યા.
લગ્નબાદ તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ આ વરરાજા અને વિદેશી દુલ્હનની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. તેમની તસવીરો ઉપર ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર ગંટુરના રહેવા વાળા મધુ સંકીરથનું મુલાકાત 2016માં તુર્કીમાં રહેવા વાળી ગિજેમ સાથે થઇ હતી. મધુ અને ગિજેમ એક કામના કારણે એકબીજા સાથે મળ્યા હતા અને ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઇ ગઈ. જેના બાદ મધુ તેના કોઈ કામ માટે તુર્કી ચાલ્યો ગયો.
બંને વચ્ચેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. તેમની વચ્ચે પાંગરી રહેલા પ્રેમને ઓળખવામાં તેમને વધારે સમય પણ ના લાગ્યો અને બંનેએ પોતાની મિત્રતાને અલગ રસ્તા ઉપર લઇ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ગિજેમ અને મધુ બંનેના પરિવારજનો તેમના વિચારો વિરુદ્ધ હતા અને આખરે બંનેના માતા પિતાની મંજૂરી મળી ગઈ અને વર્ષ 2019માં બંનેએ સગાઈ કરી લીધી.
મધુ અને ગિજેમ વર્ષ 2020માં લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ કોરોના પ્રતિબંધોના કારણે કરી ના શક્યા. આ વર્ષે જુલાઈમાં બંનેએ પહેલા તુર્કીમાં લગ્ન કર્યા અને હવે તેમને જાતિ, ભાષા અને ક્ષેત્ર જેવી બધી જ બાધાઓને મિટાવીને એક પારંપરિક તેલુગુ હિન્દૂ સમારંભમાં લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો ઉપર હવે લોકો પરરતિક્રિયા આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!