આલે લે / સુરતના હીરા દલાલને ભાવનગરથી ફોન આવ્યો, અને 2 મહિનામાં આટલા કરોડના વહેવાર પણ થઈ ગયા, જુઓ પછી કેવી હાલત

Uncategorized

સુરતના કતારગામના હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી ચીટર ટોળકીએ માત્ર 2 જ મહિનામાં રૂપિયા 20 કરોડના ટ્રાન્જેક્શન કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હીરાદલાલે રિટર્ન ભરવા માટે સીએ પાસે ફાઇલ આપી ત્યારે ‘એએ-24’ નંબરનું ઓનલાઇન ફોર્મ ભરી પાનકાર્ડનો નંબર નાખતા જીએસટી નંબર જોવા મળ્યો હતો.

હીરાદલાલે જીએસટી નંબર લીધો ન હતો, છતાં તેમના નામે 20 કરોડના ટ્રાન્જેક્શન સામે આવ્યા છે. આથી હીરાદલાલ ભાવેશ ઘનજી ગાબાણીએ જીએસટી કમિશનરને સુરત અને અમદાવાદ ખાતે અરજી આપ્યા બાદ પોલીસ કમિશનરને પણ અરજી આપી હતી. ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એક્ટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે.

એકાઉન્ટ બંધ કરવા ભાવનગરથી ફોન આવ્યો હતો
ભાવેશ ગાબાણીએ જણાવ્યું કે, અરજીના આધારે પોલીસે તપાસ કરતા હીરાદલાલ ભાવેશ ગાબાણીનો જીએસટી નંબર ભાવનગરમાં જ બન્યો હોવાનું અને બેંક ખાતુ પણ ભાવનગરમાં જ હોવાનું જણાયું છે. અગાઉના વર્ષ 2004 પહેલા તેઓનું ભાવનગર ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતુ હતું. આ ખાતુ બંધ કરાવવા સુરતમાં અનીશ નામના શખ્સનો કોલ આવ્યો અને પછી તેણે બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી મારા ઘરે પણ આવ્યો હતો.

ઘરે આવી ફોર્મમાં મારી સહી કરાવી હતી. બાદમાં ડોક્યુમેન્ટોમાં આધારકાર્ડ, પાનકાર્ડ અને લાઇટબીલની ઝેરોક્ષ સાથે લઈ ગયો હતો. આ ડોક્યુમેન્ટોનો ખોટી રીતે ઉપયોગ કરી ઠગ ટોળકીએ ગાબાણી એન્ટરપ્રાઈઝ અને નેશનલ એન્ટરપ્રાઈઝ નામની બે કંપનીઓમાં હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવ્યો હતો. આ જીએસટી નંબર મેળવી ગાબાણી એન્ટરપ્રાઇઝમાં વર્ષ 2021ના ફેબુઆરી-માર્ચમાં માત્ર 2 જ મહિનામાં 20 કરોડના ટ્રાન્જેકશનો કર્યા હતા.

હીરા દલાલની બોગસ સહી પણ કરી
હીરાદલાલ ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એક્ટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. ગાબાણી એન્ટરપ્રાઇઝમાં ટેક્સટાઇલનો વેપાર અને નેશનલ એન્ટરપ્રાઇઝમાં લોખંડ સ્ક્રેપનો ધંધો બતાવ્યો હતો. જીએસટી ઓફિસમાં હીરાદલાલે તપાસ કરાવતા જીએસટી માટે જે ફોર્મ અને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા તેમાં હીરાદલાલની બોગસ સહી કરી હતી. હીરા દલાલના પિતાને અંગ્રેજીમાં સહી કરતા આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં સહી હતી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *