ભાઈ બહેનના પવિત્ર સંબંધોને લાંછનરૂપ કહી શકાય તેવી ઘટના તાપી જિલ્લામાં પ્રકાશમાં આવી છે, જે બહેનની રક્ષાની જવાબદારી ભાઈની હોય તે જ સગા ભાઈએ બહેનની કરપીણ હત્યા કરતા પંથકમાં ભાઈ સામે ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે.
રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામે એક હીંચકારી ઘટના પ્રકાશમાં આવી છે. સગા ભાઈએ સગી બહેનની દોરડી વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી લાશને નદીમાં ફેંકી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આરોપી ભાઈ દિનેશ રાઠોડે બહેન પાર્વતીબેન રાઠોડ જ્યારે નદી કિનારે કપડાં ધોવા ગયા હતા. ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને ગળે ટૂંપો દઈને હત્યા કરી તેણીની લાશ વાલ્મિકી નદીમાં ફેંકી દીધી હતી.
આ બનાવની જાણ વાલોડ પોલીસને થતા તપાસ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ઘટસ્પોટ થયો હતો. જર જમીન અને જોરું કજિયાના છોરું… આ કહેવત આ ઘટનામાં લાગુ થઈ હોય તેમ આ ઘટના કલયુગની કથની કહી શકાય.
સગા ભાઈએ સગી બહેન સાથે ચાલી રહેલ જમીનના વિવાદમાં બહેનનું કાસળ કાઢી નાખ્યું અને પોતાનું દુષકૃત્ય છુપાવવાને માટે બહેનને નદીમાં નાખી ત્યાંથી નાસી છૂટ્યો, પરંતુ વાલોડ પોલીસની તલસ્પર્શી તપાસમાં આરોપી ભાઈ જેલ ભેગો થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!