ગુજરાતની શોકિંગ ઘટના / જુઓ બહેનની છેડતી કરનાર હરામખોરને ભાઈઓએ સરાજાહેરમાં એવી સજા આપી કે જોનારા પણ ચીડો પાડી ગયા

ગુજરાત

એક ખૂબજ શોકિંગ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જ્યાં બે ભાઈઓએ બહેનની છેડતી કરનારને સરાજાહેર રહેસી નાંખ્યો છે. મૃતકે પરિણીત બહેનની ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડીને છેડતી કરી હતી તેથી ભાઈઓએ બહેનની છેડતીનો બદલો લેવા ધોળા દિવસે કરપીણ હત્યા કરી નાખી. હત્યા કરીને બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ બનાવને પગલે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ કાલુપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શોકિંગ અને આંચકાજનક બનાવ અમદાવાદ શહેરના કાલુપુરમાં રેવડી બજાર નજીક બનવા પામ્યો છે. જ્યા ધોળા દિવસે યુવકની સરાજાહેર ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને બંને આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.પરિણીતાની છેડતીની થયેલી ફરિયાદની તકરારમાં મૃતકને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો છે.

મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ શાહપુરની એક પરિણીતાના ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડીને છેડતી કરી હતી. જેથી આરોપી સફાન ઉર્ફે લાલબાદશાહ અને સોહેલ ઉર્ફે બોબો લાલબાદશાહએ બહેનની છેડતીનો બદલો લેવા મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકની ધોળા દિવસે કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વાત કરીએ મૃતક મુજફ્ફરની તો તે રીક્ષા ચલાવીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તે 22 ફેબ્રુઆરીના રોજ પરિણીતા તેના ઘરે બાળકો સાથે હાજર હતી ત્યારે મુજફ્ફર રીક્ષા લઇને આવ્યો અને સીધો તેના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે સીધી પરિણીતાને બાથમાં ભીડી લીધી હતી અને તુ મને બહુ પસંદ છે તેમ કહીને બળજબરી કરવા લાગ્યો હતો. મુજ્ફ્ફરે પરિણીતાના કપડા ફાડી નાખ્યા હતા અને લાફા પણ માર્યા હતા તેમજ ધમકી આપી હતી કે, મારી જોડે સીધી રીતે સંબંધ નહી રાખે તો તારા પતિ અને ભાઈની હત્યા કરી નાખીશ.

જેથી આરોપીએ મુજ્ફ્ફરની હત્યાનું ષડ્યંત્ર ઘડ્યું હતું. મુજ્ફ્ફરે જ્યારે સફાન સાથે તકરાર શરૂ કરી ત્યારે સોહેલ પહોંચીને હત્યા કરી દીધી. આમ ઝઘડો છેક હત્યાના બનાવ સુધી પહોચ્યો હતો. પોલીલ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે મૃતક છેલ્લા 6 મહિનાથી આરોપીની પરિણીત બહેન સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપીઓ તેમજ મૃતક અગાઉ પણ પોલાસના ચોપડે ચડી ચૂક્યા છે. આરોપી સોહેલ વિરુદ્ધ ચેઇન સ્નેચિંગ, મારામારીના અનેક ગુના નોંધાયા છે. અને પાસામા પણ ગયો હતો.. જ્યારે મૃતક મુજ્ફ્ફર વિરુદ્ધ પણ અપહરણ અને પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા. આમ બંનેના ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. હાલમાં કાલુપુર પોલીસે હત્યા કેસમાં સોહેલ અને સફાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.