વાહ તમારી હિંમત / વડોદરામાં એક પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલા ‘ટુ વહીલર’ પર પડતા પોલીસ પણ ચોંકી ઉઠી, જુઓ વડોદરા પોલીસને પણ ટ્વિટ કરવું પડ્યું : જોઈલો વિડિઓ

વડોદરા

પોલીસ હમણાંથી ‘મેં ટ્રાફિક ચેમ્પ કેમ્પેઇન’ ટ્રાફિકના નિયમોના ભંગ કરતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યું છે. આવો જ એક વીડિયો વડોદરા પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોની પરવાહ કર્યાં વગર એક પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલા હાથે વેઠતું “ટુ વ્હીલર” નો વીડિયો ચર્ચામાં છે. વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ટ્વિટર પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટુ વ્હીલર પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક મહિલાનો બાળકો સાથેનો વિડિયો છે.

મેં ટ્રાફિક ચેમ્પ કેમ્પેઇન શરૂ
વડોદરા ટ્રાફિક પોલીસે ટ્વીટ કરેલા વિડિયોમાં નિયમો વિરુદ્ધ મહિલા સહીત ટુ વ્હીલર પર પાંચ વ્યક્તિ સવાર છે. આ વીડિયોને લઈને ટ્રાફિક પોલીસે લખ્યું છે કે, હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા..? ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આવા વીડિયો શેર કરવાનો હેતુ ટ્રાફિક પોલીસનો લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

રાજ્યભરમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે વાહન અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે અને કેમ્પેઇન હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વડોદરાના આ વેપારીનો વીડિયો વડોદરા પોલીસે ટ્વીટ કરવો પડ્યો
થોડા સમય પહેલા શહેર પોલીસે સોશિયલ મીડીયા એકાઉન્ટમાં શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે પોલીસે વ્યંગાત્મક શૈલીમાં લખાણ પણ કર્યું હતું. આ વીડિયોમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTV ફુટેજમાં ચાલુ બાઈક પર એક વ્યક્તિ એક હાથથી ફોનમાં વાત કરી રહ્યા હતા. જ્યારે બીજા હાથમાં બીજા મોબાઇલ પર બીજી કોઇ પ્રવૃતિ કરી રહ્યા હતા. બાઇક આપોઆપ ચાલી રહ્યું છે. બંન્ને હાથમાં મોબાઇલ હોવાના કારણે બાઇક પોતાના બેલેન્સે જ ચાલી રહી છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો. આ સીસીટીવી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

પોલીસે આ ચાલકને હાલ રૂા.1 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે પોલીસે ટ્વીટ કરીને આ વીડિયોમાં લખ્યું છે કે, બે હાથમાં બે ફોન! એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ફટકારેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તરસાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાનો છે. પોલીસે 23 દિવસ બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂક્યો હતો.

જો કે પોલીસના આ ટ્વીટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. એક વ્યક્તિએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાઈ એમની સાથે સાથે બીજા ઘણા લોકોના હાથ પગ ભાંગવા સક્ષમ છે. એની જગ્યાએ આ જોઈને એમના જેવા બીજા ઘણા લોકો સુધરી પણ જશે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આના માટે એક લાખ રૂપિયા દંડ થવો જોઇએ. હાલ તો લોકો આ વીડિયો જોઇને આના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.