દિલદાર ઉદ્યોગપતિ / સુરતના આ અગ્રણી ઉદ્યોગપતિએ ગામના તમામ ભાભલાઓને એરપોર્ટ પર લઇ ગયા અને સરપ્રાઈઝ આપ્યું, જુઓ પછી જ્યાં લઇ ગયા તે જોતા જ ભાભલાઓ ખુશખુશાલ થઇ ગયા

ટોપ ન્યૂઝ સુરત

આપણે બધા લોકો જાણીએ જ છીએ કે જીવનમાં દરેક વ્યક્તિઓને તેમના કઈંકના કઈંક સપનાઓ હોય છે, તે લોકો તેમના સપનાને પુરા કરવા માટે દિવસ રાત ઘણી મહેનત કરતા હોય છે, જીવનમાં બધા વ્યક્તિઓને વિમાન માં બેસવાનું સપનું હોય છે, તેથી ઘણા લોકો તેમનું વિમાનમાં બેસવાનું સપનું પૂરું પણ કરતા હોય છે અને ઘણા લોકોનું વિમાનમાં બેસવાનું સપનું અધૂરું પણ રહેતું હોય છે.

હાલમાં એક તેવો જ બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો હતો, સુરત શહેરમાં રહેતા એક હીરાના વહેપારીએ નવ વ્યક્તિઓને એકસાથે વિમાનમાં બેસાડીને તેમના અધૂરા સપના પુરા કર્યા હતા,

આ હીરાના વહેપારીએ તેમના ગામમાં રહેતા નવ વૃદ્ધ લોકોને વિમાનમાં બેસાડીને હવાઈ યાત્રા કરાવી હતી, ત્યારબાદ આ હીરાના વહેપારીએ આ વૃદ્ધ લોકોને આખા સુરત શહેરના દર્શન પણ કરાવ્યા હતા.

સુરત શહેરના આ હીરાના વહેપારીનું નામ છગનભાઇ રણછોડભાઈ સિમેરીયા હતું, છગનભાઇ મૂળ અમરેલીના ધામેલ ગામના રહેવાસી હતા, આજથી પંદર વર્ષ પહેલા છગનભાઇ તેમના ગામમાં ખેતીકામ કરતા હતા,

ત્યારબાદ છગનભાઇએ ખેતીકામ બંધ કરીને સુરત શહેરમાં જઈને હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું. તે પછી છગનભાઇએ સુરતમાં આવીને ઘણી મહેનત કરી અને આજે તેમાંથી સફળતા મેળવી હતી.

સુરત શહેરમાં છગનભાઇ તેમની ઓફિસો ચલાવતા હતા. તેથી હાલમાં છગનભાઇની પણ સુરતના સારા એવા ઉધોગપતિઓમાં નામના ધરાવે છે, છગનભાઇ સારા એવા ઉધોગપતિ હોવા છતાં પણ આજે તેમના ગામને ભૂલી શક્યા ન હતા, જે સમયે છગનભાઇ તેમના ગામમાં મજૂરી કામ કરતા હતા તે સમયે તેમના ગામના ઘણા યુવકો તેમને ખેતી કામમાં મદદ કરતા હતા.

તેથી છગનભાઇએ તેમની સાથે કામ કરતા બધા વૃદ્ધ લોકોને વિમાનમાં બેસાડવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ છગનભાઈએ તેમના ગામના નવ ખેડૂતોને અમરેલીથી સુરત શહેર સુધી વિમાનમાં બેસાડીને યાત્રા કરાવી હતી. આ યાત્રા કર્યા બાદ બધા વૃદ્ધ યુવાનો ખુબ જ ખુશ થઇ ગયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.